ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પર એક નવું ફિચર જોડાવવા જઇ રહ્યુ છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. રિપોર્ટ્સ અનુસાર આવનારા થોડા સમયમાં WhatsApp અપડેટ કરવાથી વેકેશન મોડ આપવામાં આવશે. જેના દ્વારા યૂઝર્સ કન્વર્ઝેનશનને લાંબા સમય સુધી મ્યૂટ કરી શકે છે.
જોકે હાલમાં WhatsApp કન્વર્ઝેશનને મ્યૂટ કરવાનો કરવાનો ઑપ્શન છે પરંતુ જે શોર્ટ ટર્મ માટે છે. ઉદાહરણ તરીકે તમે કોઈ ચેટને આર્કાઈવ કર્યું છે પરંતુ તમે તે ગ્રુપ અથવા ચેટમાં કોઈએ મેસેજ કર્યા તે જાતે જ અનઆર્કાઈવ થઈ જાય છે. વેકેશન મોડથી આર્કાઈવ ચેટ્સને વેકેશન મોડમાં નાખીને લાંબા સમય સુધી મ્યુટ રાખી શકાય છે. એટલે કે બાદમાં આર્કાઇવ કરેલા ગ્રુપ્સ અનવા સિંગલ ચેટમાં જોઇ કોઇ મેસેજ કર્યો તેમ છતાં તે અનઆર્કાઈવ નહીં થાય અને તમને નોટિફિકેશન નહી મળે.
વેકેશન મોડ ફીચર ઈનેબલ કરવા માટે યુઝર્સને ગ્રુપ ચેટ મ્યુટ કરીને આર્કાઇવ કરવાનું રહેશે. આર્કાઇવ કર્યા પછી વેકેશન મોડ સિલેક્ટ કરી શકો છો. જેથી ભવિષ્યમાં ગ્રુપ્સમાં આવનારા મેસેજના નોટિફિકેશન તમને ન મળે.
જો તમે કોઈ ચેટ્સને પોતાના લિસ્ટમાં જોવા નથી ઈચ્છતા અને તેને મ્યૂટ કરીને આર્કાઇવ કર્યુ છે તો આ ફિચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે પછી તમારી મરજી વિના ચેટ તમને નહીં દેખાય. WhatsAppનું અપડેટ આગામી બે અઠવાડિયામાં આવી શકે છે. પરંતુ આ સ્પષ્ટ નથી કે વેકેશન મોડ આગામી અપડેટમાં આવશે કે તેનાથી વધારે સમય લાગશે.