WhatsAppએ આ વર્ષે UPI આધારિત પેમેન્ટ્સ સર્વિસ લોન્ચની સાથે ડિજિટલ પેમેન્ટ્સ માર્કેટમાં એન્ટ્રી કરી છે. હવે કંપનીએ કોઇ પણ યૂઝરના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે વધુ એક રીત જાહેર કરી છે જે પહેલા કરતા વધારે સરળ છે. હજુ સુધી યૂઝર્સ એમાઉન્ટ નાખ્યા પછી UPI પિન એન્ટર કરી પેમેન્ટ માટે આગળની પ્રક્રિયા પૂરી કરવાની હતી. પરંતુ હવે યૂઝરને QR કૉડ સ્કેન કરીને ઝડપથી એમાઉન્ટ ટ્રાન્સફર કરી શકે છે.
WhatsAppના એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં QR કોડ સ્કેનિંગ પેમેન્ટની રીત ઉપલબ્ધ છે. બીટા એપના વર્ઝન 2.18.93 આ નવી રીત મળી છે. આ એપ વર્ઝન Google Play beta Programme થી ઉપલબ્ધ છે. આવો જાણીએ WhatsApp પેમેન્ટની નવી રીતનો કઇ રીતે કરી શકાશે ઉપયોગ..
આ કર્યા પછી સ્ક્રીન પર કોડ સ્કેનગ દેખાશે. હવે તમે રૂપિયા મોકલનાર (સેન્ડર)ની સ્ક્રીન પર દેખાઇ રહેલા કોડને સ્કેન કરી શકો છો અને UPI નંબર વગર પેમેન્ટની પ્રક્રિયા પૂરી કરી શકો છો.
જો તમે પૈસા માંગો છો તો QR કોડ કેવી રીતે દેખાશે?
જેમ ઉપર જણાવ્યુ કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 એમ જ ફૉલો કરો. જે પછી સૌથી ઉપર આવેલા 3 ડૉટ વિકલ્પ પર ટેપ કરો. પછી Show QR code’વિકલ્પ આવશે જે પછી રૂપિયા મોકલનાર યૂઝર રૂપિયા મોકલવા માટે કોડ સ્કેન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે આ મહિનામાંજ WhatsAppએ પેમેન્ટ ઇન્ટરફેસ લોન્ચ કર્યુ હતુ જેન મદદથી યૂઝર સેટિંગ્સ પેજ પર જઇને પેમેન્ટ કરી શકો છો. આ પહેલા કોઇ પણ કોઇ પણ ટ્રાન્જેક્શન માટે યૂઝર્સ જેને રૂપિયા મોકલવાના છે તેની ચેટ થ્રેડને ખોલીને પેમેન્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું હોતું હતુ.
તાજેતરમાં જ WhatsAppએ જાહેરાત કરી કે કંપનીના પેમેન્ટ વિકલ્પ માટે દેશની ઘણી બેંકો સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ બેંકોની લિસ્ટમાં ICICI Bank HDFC Bank Axis Bank SBI Yes Bank અને બીજી ઘણી બેંકો શામેલ છે. રેગ્યુલર બેંકો સિવાય WhatsAppએ એરટેલ પેમેન્ટ બેંકની સાથે પણ પાર્ટનરશિપ કરી છે.