આ Trickથી WhatsApp પર મેસેજ કરો શેડ્યૂલ

By : juhiparikh 02:35 PM, 12 January 2019 | Updated : 02:35 PM, 12 January 2019
WhatsApp દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ થનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ભારતમાં જ લગભગ 20 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં આ એપનો ઉપયોગ રોજિંદા જીવનમાં થવા લાગ્યો છે. WhatsAppનો ઉપયોગ કરીને તમે મિત્રો-પરિવારના સભ્યોને મેસેજ, ફોટો અને વીડિયો તરત જ મોકલી શકો છો. ઘણી વખત એવુ બને છે કે કોઇને એક ખાસ સમયે મેસેજ મોકલવા માંગો છો. જેમકે રાત્રે 12 વાગે કોઇને બર્થ ડે વિશે કરવું , ન્યૂ યર વિશે કરવુ વગેરે. એવા સમયે ઘણી વખત ઉંઘ આવી જાય ત્યારે તે સમયે વિશ કરવુ શક્ય બનતુ નથી. 

જોકે WhatsAppમાં એવું કોઇ ફિચર નથી કે મેસેજને જે-તે સમય માટે શિડ્યૂલ કરી શકાય. પરંતુ એવી ઘણી ટ્રિક છે જેની મદદથી WhatsApp પર મેસેજ શિડ્યૂલ કરી શકાય છે. આ માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી આ પ્રકારની એપ્સ મળી જાય છે. જેની મદદથી તમે મેસેજ શેડ્યૂલ કરી શકો છો. 


ગૂગલ પ્લે સ્ટોર પર WhatsApp Scheduler, Do It Later, SKEDit જેવી ઘણી એપ છે જેની મદદથી ટેક્સ મેસેજ શિડ્યુલ કરવાની સાથે ફોટો અને વીડિયો પણ આ રીતે મોકલી શકાય છે. આ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે. જોકે એપનું એડવાન્સ વર્ઝન ખરીદવું પડશે. તો તમને જણાવીએ કઇ રીતે આ એપનો ઉપયોગ કરીને તમે WhatsApp મેસેજ શેડ્યૂલ કરી શકો છો. 

WhatsApp પર મેસેજ શિડ્યૂલ કરવા માટે આમાંથી કોઇ એપ ડાઉનલોડ કરવાની રહેશે અથવા તો apk ફાઇલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકાય છે. ઇન્સ્ટોલ કર્યા પછી એપ ઓપન કરો અને જમણા ખૂણમાં રહેલા ‘+’ આઈકન પર ક્લિક કરો. 

હવે WhatsApp કોન્ટેક્ટ અને WhatsApp ગ્રુપને સિલેક્ટ કરો જેમાં મેસેજ શેડ્યૂલ કરવાનો છે. ટાઈમ અને ડેટ સેટ કરો. ત્યાર બાદ ફ્રીકવન્સી પસંદ કરીને મેસેજ ટાઇપ કરો. મેસેજ શિડ્યુલ કર્યા બાદ જમણા ખૂણે રહેલા ક્રિએટ બટન પર ક્લિક કરો. Recent Story

Popular Story