બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી વોટ્સઅપ સ્ટોરેજની ઝંઝટથી મળશે છૂટકારો, બસ અપનાવો આ ટ્રિક

ટેક્નોલોજી / હવેથી વોટ્સઅપ સ્ટોરેજની ઝંઝટથી મળશે છૂટકારો, બસ અપનાવો આ ટ્રિક

Last Updated: 11:29 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ વોટ્સઅપમાં (WhatsApp) સ્ટોરેજની પ્રોબ્લેમ છે તો આ સરળ ટિપ્સને ફોલો કરી લો. આ એક તરીક તમને સ્ટોરેજની તકલીફ પણ નહીં થવા દે અને તમારે કોઈ થર્ડ પાર્ટી એપની પણ જરૂર નહીં પડે.

વોટ્સઅપ હવે આપણા જીવનમાં એક ખૂબ ઉપયોગી એપ થઈ ગઈ છે. આપણે બધા જ આપણી અગત્યની માહિતીઓ, ફાઈલો અને ફોટો ત્યાં સુધી કે સ્કૂલના એસાઈન્મેન્ટ પણ વોટ્સઅપ પર શેર કરીએ છીએ. ત્યારે તેમ સ્ટોરેજની તકલીફ થાય તે સામાન્ય છે. ખાસ કરીને ફોટો અને વિડીયો વધારે જગ્યા રોકે છે. તો એવામાં આ સરળ ટિપ્સ જો તમે પણ અજમાવી લેશો તો તમારે પણ સ્ટોરેજની તકલીફ નહીં રહે.

આ સ્ટેપ્સને કરો ફોલો

તમારા સ્માર્ટફોનમાં વોટ્સઅપ ઓપન કરો. આ ટિપ્સ આઈફોન (iPhone) અને એન્ડ્રોઇડ બંને યુઝર્સને કામ લાગશે.

  • તમારા વોટ્સઅપના સેટિંગ મેનુમા જાઓ. ત્યારબાદ તે,આ સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરો.
  • સ્ટોરેજ મેનેજ ઓપ્શન પર ક્લિક કરો, ડેટાને સૉર્ટ કરો અને ફિલ્ટર દૂર કરો.
  • કોઈ પણ ચેટ કે ચેનલને સિલેકટ કરો. ત્યારબાદ આઈટમ ડિલીટ કરો. જો કોઈ ફોટો કે વિડીયોની એક કરતાં વધુ કોપી હોય તો વધારાની કોપી સિલેકટ કરીને ડિલીટ કરી દો.
  • વોટ્સઅપમાં બિન જરૂરી મીડિયા ફાઈલને ડિલીટ કરી દો. આ ઓપ્શન તમને તમારી ફોન ગેલેરીમાં મળી જશે. આ ઉપરાંત પણ તમે ફોન ગેલેરીમાં જઈને એક જેવા જ એકઠી વધુ ફોટો અને વિડિયોને ડિલીટ કરીને સ્ટોરેજ બનાવી શકો છો.

વધુ વાંચો: ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ 8 ટિપ્સ અચૂકથી ધ્યાનમાં રાખજો, નહીં છેતરાઓ

ચેટ હિસ્ટ્રી કરો ડિલીટ

વોટ્સઅપ સ્ટોરેજ ખાલી રાખવા માટે હંમેશા તમારી ચેટ હિસ્ટ્રીને ડિલીટ કરતાં રહો, ચેટ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ચેટ ઓપન કરો. તે ચેટ બોક્સમાં બાજુમાં રહેલા 3 ડૉટસ પર કે ચેટના સેટિંગમાં જાવ, ત્યાં મોર પર ક્લિક કરો અને ' ક્લિયર ચેટ હિસ્ટ્રી' ઓપ્શન પર ક્લિક કરીને ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી દો. સૌથી વધારે સ્ટોરેજ ગ્રુપ ચેટનું હોય છે આથી ઓફિસ ગ્રુપ કે ફેમિલી ગ્રુપ અને ફ્રેન્ડ્સના ગ્રૂપની ચેટ સમયાંતરે ડિલીટ કરતાં રહો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp Trick Storage Problem Technology , Storage Problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ