whatsapp soon to launch messenger rooms where 50 participants can add to video call
અપકમિંગ /
Whatsapp પર આવી રહ્યું છે મોટું ફીચર, લૉકડાઉનમાં જાણીને ઝૂમી ઉઠશો
Team VTV06:38 PM, 09 May 20
| Updated: 06:42 PM, 09 May 20
Whatsapp વેબ પર ગમે ત્યારે મેસેન્જર રૂમ્સનો ફીચર આપવામાં આવી શકે છે, જે હેઠળ 50 લોકો એક સાથે વીડિયો કૉલિંગ કરી શકશે. જાણવા મળી રહ્યું છે કે જલ્દી iOS એપ માટે પેશ કરવામાં આવશે, પરંતુ હાલ એનો શૉર્ટકટ વૉટ્સએપ વેબ માટે ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
વૉટ્સએપ પર મેસેન્જર રૂમ્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે
જે હેઠળ 50 લોકો સાથે વીડિયો કૉલ કરવામાં આવી શકશે
વૉટ્સએપને એક જલ્દીથી એવુ ફીચર મળવાનું છે, જેનાથી વીડિયો કૉલિંગનો એક્સપીરિયન્સ પૂરી રીતે બદલાઇ જશે. વાસ્તવમાં વૉટ્સએપ પર મેસેન્જર રૂમ્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જો કે વેબ વર્ઝન માટે ઉપલબ્ઘ કરાવવામાં આવશે. WABetainfoએ ટ્વિટ કરીને જણાવ્યું કે આવનારા સમયમાં વૉટ્સએપ વેબ પર ગમે ત્યારે મેસેન્જર રૂમ્સનું ફીચર આપવામાં આવી શકે છે, જે હેઠળ 50 લોકો સાથે વીડિયો કૉલ કરવામાં આવી શકશે.
શુ છે મેસેન્જર રૂમ્સ?
મેસેન્જર રૂમ્સ એક એવી જગ્યા છે, જ્યાં પ્રાઇવેટ સ્પ્રેસમાં લિંક શેર કરીને વીડિયો કૉલિંગ કરવામાં આવી શકે છે. જે લોકો ફેસબુકનો ઉપયોગ કરતા નથી તે લોકો પણ વીડિયો કૉલમાં જોડાઇ શકે છે. ફેસબુકે જાહેરાત કરી છે કે વૉટ્સએપમાં એક શોર્ટકટ આપવામાં આવશે, જેના માટે એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.20.139 પર ટેસ્ટિંગ શરૂ થઇ ગયું છે.
📝 WhatsApp Web 2.2019.6: what's new?
The web update brings new hidden tracks about Messenger Rooms Shortcuts, currently under development!https://t.co/NhEVaQukEA
NOTE: The feature isn't available yet and it will be released in future.
જાણવા મળી રહ્યું છે કે જલ્દી iOS એપ માટે પેશ કરવામાં આવશે, પરંતુ હાલ એનો શૉર્ટકટ વૉટ્સએપ વેબ માટે ઉપલબ્ઘ કરાવવામાં આવશે. આ ફીચર કેવુ જોવા મળશે અને કેવી રીતે કામ કરશે એને દેખાડવા માટે WABetainfoએ સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે.
આવી રીતે કામ કરશે આ ફીચર
Whatsapp વેબ પર આ મેસેન્જર રૂમનો શૉર્ટકટ Attach વાળા વિકલ્પમાં મળશે. ફીચર રોલઆઉટ થયા બાદ અહીંયા યૂઝર્સને ઇમેજ કૉન્ટેક્ટ જેવા વિકસ્પની સાથે સાથે સૌથી નીચે મેસેન્જર રૂપનો પણ વિકલ્પ મળશે.
આ ઉપરાંત મેસેન્જર રૂમનો બીજો ઑપ્શન મેન મેન્યૂમાં આપવામાં આવશે. આ ત્યાં મળશે જ્યાં યૂઝરને 'New Group', ‘Archeived’ ‘Starred’ જેવો વિકલ્પ મળે છે.
જાણકારી માટે જણાવી દઇએ કે જ્યારે તમે રૂમ ક્રિએટ કરશો તો વૉટ્સએપ તમને મેસેન્જર પર રિડાયરેક્ટ કરવા માટે પૂછશે.
હાલ આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજ પર છે અને એની રિલીઝ ડેટની કોઇ જણકારી નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે આવનારા સમયમાં એને Whatsapp Web ઉપરાંત iOS, એન્ડ્રોઇડ માટે પણ પેશ કરવામાં આવશે.