જો તમે પણ એક WhatsApp યૂઝર છો અને તમારી ઉંમર 16 વર્ષથી ઓછી છે તો તમારા માટે ખરાબ સમાચાર છે કારણ કે 16 વર્ષથી નાની ઉંમરના લોકો હવે WhatsApp નો ઉપયોગ કરી શકશે નહીં. જો કે તમે ભારતમાં રહી રહ્યા છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે આ નિયમ માત્ર યૂરોપ માટે જ છે પૂરી દુનિયા માટે નથી.
વાસ્તવમાં 25 મે યૂરોપમાં ડેટા પ્રાઇવેસીને લઇને નવા નિયમ લાગૂ થવા જઇ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને WhatsApp એ આ નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે અત્યાર સુધી WhatsApp ઉપયોગ કરવાની ઉંમર 13 વર્ષ છે. WhatsAppએ એની જાણકારી પોતાના બ્લોગ પોસ્ટમાં આપી છે.
એવામાં 25 મે પહેલા ફેસબુકના સામિત્વ વાળા WhatsApp પોતાના યૂઝર્સથી ઉંમરની પુષ્ટિ કરવા માટે કહેશે. જો કે આ સ્પષ્ટ નથી કે WhatsApp ઉંમરની પુષ્ટિ કેવી રીતે કરશે? નવો નિયમ થોડાક જ સપ્તાહમાં લાગૂ થઇ જશે.
યૂરોપમાં 25 મે 2018થી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન લાગૂ થવા જઇ રહ્યો છે ત્યારબાદ પણ કંપનીઓને જણાવવું પડશે કે એ યૂઝર્સનો કયો કયો ડેટા લઇ રહી છે અને એનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે. તો બીજી બાજુ યૂઝર્સ પાસે ડેટા ડિલીટ કરવાનો પણ વિકલ્પ હશે.