Facebookના માલિકી વાળા whatsappમાં સતત નવા ફીચર અને અપડેટ્સ જારી કરવામાં આવી રહ્યા છે. whatsappનો પ્રયત્ન યૂઝર્સને સારા એક્સપીરિયન્સ આપવાની છે. ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપે હવે whatsapp ગ્રુપ માટે કેટલાક નવા ફીચર રજૂ કર્યા છે.
કંપનીએ એક સત્તાવાર બ્લોગ પોસ્ટમાં કહ્યું 'whatsapp એક્સપીરિયન્સની વાત કરીએ તો ગ્રુપ એક મહત્વનો ભાગ છે એટલા માટે અમે ગ્રુપ્સમાં કેટલાક સુધારા કર્યા છે. એ અહીંયા શેર કરી રહ્યા છીએ જેને અમે ખાસ રીતે ગ્રુપ્સ માટે બનાવ્યું છે.'
લોકપ્રિય મેસેજિંગ એપે વોટ્સઅપ ગ્રુપમાં 5 નવા ફીચર આપ્યા છે એમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન એડમિન કંટ્રોલ ગ્રુપ કેચ અપ પાર્ટિસિપેન્ટ સર્ચ અને એડમિન પરમિશન્સ સામેલ છે.
whatsapp યૂઝર્સ પાસે હવે હંમેશા માટે ગ્રુપ છોડવાનો વિકલ્પ રહેશે. એટલે કે હવે ગ્રુપ છોડ્યા બાદ વારંવાર સામેલ કરવાની પરેશાનીથી મુક્તિ મળી જશે. આ ઉપરાંત જે યૂઝરે ગ્રુપ બનાવ્યું છે એને ગ્રુપમાંથી હટાવવામાં આવશે નહીં. નવા અપડેટ બાદ યૂઝર્સ સરળતાથી એ મેસેજને શોધી શકાશે જે ગ્રુપ કન્વર્ઝેશનમાં એને મેન્શન કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ વોટ્સઅપ દ્વારા પોતાની બિઝનેસ એપમાં એક નવું ફીચર સામેલ કરવાની માહિતી મળી હતી. વોટ્સઅપ દ્વારા 'ચેટ ફિલ્ટર્સ' ફીચર આપ્યા હોવાની માહિતી મળી છે. જેનાથી બિઝનેસ અકાઉન્ટચ મેસેજને જલ્દી સર્ચ કરી શકશે.