સુવિધા / Whatsapp યુઝર્સ માટે સારાં સમાચાર, આ 4 બેંકો સાથે મળીને કંપનીએ ભારતમાં શરૂ કરી પેમેન્ટ સર્વિસ

whatsapp Payments Service Starts In India With Icici Bank, Axis Bank, Sbi And Hdfc

વોટ્સએપ યુઝર્સ માટે સારાં સમાચાર છે. વોટ્સએપે હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી દીધી છે. વોટ્સએપે ભારતની પ્રમુખ બેંકો ICICI Bank, Axis bank, SBI અને HDFC સાથે પાર્ટનરશિપ કરીને પોતાની ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરી દીધી છે. આ ચાર બેંકોના કરોડો ગ્રાહકો વોટ્સએપની મદદથી ઓનલાઈન પૈસા મોકલી શકશે અને પૈસા એકાઉન્ટમાં મંગાવી પણ શકશે. આ સાથે જ કંપનીએ ફેસબુક ફ્યૂલ ફોર ઈન્ડિયા 2020 દરમિયાન જણાવ્યું કે, ટૂંક સમયમાં યુઝર્સ વોટ્સએપ દ્વારા હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પણ ખરીદી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ