બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:44 PM, 16 September 2024
ઘણી વાર લોકો રેપ પીડિતાની ઓળખ અને તસવીરો વોટ્સએપ પર ધડાધડ શેર કરી નાખતાં હોય છે અને આવી સ્થિતિમાં પીડિતાની સ્થિતિ ખતરામાં પડતી હોય છે અને તેની વધાીરે નામોશી થતી હોય છે આવી સ્થિતિને ટાળવા માટે હાઈકોર્ટે એક સ્પસ્ટ લકીર ખેંચી છે.ઝારખંડ હાઈકોર્ટે એક કેસમાં સ્પસ્ટ કહ્યું કે રેપ પીડિતાની ઓળખ કે તસવીર જાહેર કરવાનો પ્રતિબંધ વોટ્સએપ ગ્રુપો પર પણ લાગુ પડે છે એટલે કે વોટ્સએપ ગ્રુપો પીડિતાની ઓળખ જાહેર નહીં કરી શકે તેમનું આવું કરવું ગુનો ગણાય છે.
ADVERTISEMENT
ઝારખંડના મંત્રીના કેસમાં હાઈકોર્ટનો ચુકાદો
ઝારખંડ હાઈકોર્ટે જામતારા ધારાસભ્ય અને રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. ઈરફાન અન્સારી સામેના આરોપોને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ઈરફાન અન્સારી સામે વ્હોટ્સએપ દ્વારા મીડિયામાં સગીર રેપ પીડિતાની ઓળખ ફેલાવવાનો આરોપ છે. જસ્ટિસ અરુણ કુમાર રાયની સિંગલ બેન્ચે IPCની કલમ 228A નો ઉલ્લેખ કર્યો, જે કોઈપણ કિસ્સામાં બળાત્કાર પીડિતાનું નામ અથવા ઓળખ છાપવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકે છે. PCOSO એક્ટની કલમ 23, જે મીડિયાના કોઈપણ સ્વરૂપમાં અથવા સ્ટુડિયો અથવા ફોટોગ્રાફિક સુવિધાઓમાં સગીર બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે, તેમાં WhatsApp જૂથોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
શું હતો કેસ
ઝારખંડના જામતારાના ધારાસભ્ય અને મંત્રી ડૉ. ઈરફાન અન્સારી 2018ની સાલમાં જામતારા હોસ્પિટલમાં દાખલ એક સગીર બળાત્કાર પીડિતાને મળવા ગયા હતા, આ દરમિયાન તેમણે પીડિતાનું નામ, સરનામું અને તસવીરો લીધી હતી જેને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દીધી હતી.
કોર્ટે કેમ ગણ્યો ગુનો?
કોર્ટે કહ્યું કે આઈપીસીની કલમ 228A હેઠળ પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં આવ્યો હતો, નોંધ્યું હતું કે અરજદારે સ્વીકાર્યું હતું કે પીડિતાના સંદેશા અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલવામાં આવ્યા હતા. સાક્ષી સુમન ભટ્ટાચાર્ય દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમણે સાક્ષી આપી હતી કે તેણે 2016 માં નાલા ન્યૂઝ નામનું એક WhatsApp ન્યૂઝ ગ્રુપ બનાવ્યું હતું. વોટ્સએપ ગ્રુપમાં જિલ્લાના પ્રતિનિધિઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ તેમજ બૌદ્ધિકો અને પત્રકારોનો સમાવેશ થાય છે. કોર્ટને એવું પણ જાણવા મળ્યું કે અંસારીના ફોનમાંથી પીડિતાની તસવીર અને સંદેશાઓ WhatsApp ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. સંદેશાઓની સામગ્રી દર્શાવે છે કે કિશોરી બળાત્કારનો શિકાર હતી અને પોસ્ટમાં તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે અન્સારીએ દાવો કર્યો હતો કે સંદેશ તેમના સચિવ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, અદાલતે શોધી કાઢ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ તેણે પીડિતાની ઓળખ, તેના ફોટોગ્રાફ્સ સહિત, WhatsApp દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં અરજદારની સંડોવણી સ્થાપિત કરી છે.
વધુ વાંચો : ડર કે ગેરસમજણ દેખાડીને મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવા પણ દુષ્કર્મ- HCનો ચુકાદો
રેપ પીડિતાની ઓળખ અને તસવીરો વોટ્સએપ ગ્રુપમાં શેર ન કરતાં ગુનો ગણાશે
હાઈકોર્ટના આ ચુકાદા પરથી સ્પસ્ટ બન્યું છે કે રેપ પીડિતાની ઓળખ અને તસવીરો વોટ્સએપ ગ્રુપમાં શેર નથી કરી શકાતી અને આવું કરવું ગુનો ગણાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.