બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / WhatsApp new feature launched new qr code method to transfer chat from old phone
Arohi
Last Updated: 12:44 PM, 1 July 2023
ADVERTISEMENT
આજના સમયાં WhatsAppનો ઉપયોગ લગભગ બધા લોકો કરે છે. દુનિયાભરમાં WhatsAppના પ્લેટફોર્મમાં કરોડો લોકો છે. આ કારણ છે કે કંપની યુઝર્સ માટે WhatsApp પર નવા નવા ફિચર્સ લઈને આવે છે. હવે વોટ્સએપે એક નવું ફિચર લોન્ચ કર્યું છે જેમાં તમે સરળતાથી પોતાની ચેટને ટ્રાન્સફર કરી શકો છો.
ADVERTISEMENT
ચેટ ટ્રાન્સફર પ્રોસેસને સરળ બનાવવા માટે WhatsAppએ QR-Code બેસ્ડ લોકલ ડેટા ટ્રાન્સફર ફિચર લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી તમે પોતાના જુના ફોનની ચેટ હિસ્ટ્રી પોતાના નવા ફોનમાં અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ટ્રાન્સફર કરી શકશો. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાના છો તો તમારા માટે આ ફિચર ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
WhatsAppના QR-Code બેસ્ટ લોકલ ડેટા ટ્રાન્સફર ફિચરની જાણકારી મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આપી. ચેટને ટ્રાન્સફર કરવા માટે તમારે બસ જુના ક્યૂઆર કોડને પોતાના નવા સ્માર્ટફોનમાં સ્કેન કરવાનું રહેશે અને તાડી વારમાં જ આખી ચેટ ટ્રાન્સફર થઈ જશે.
WhatsApp ચેટને ટ્રાન્સફર કરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નવા સ્માર્ટફોન અને જુના સ્માર્ટફોનનું ઓપરેટિંગ સિસ્ટમ એક જ હોય. જો ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ હોય તો તમે ચેટ ટ્રાન્સફર નહીં કરી શકો.
QR-Codeથી આ રીતે ટ્રાન્સફર કરો ચેટ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.