બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / WhatsAppમાં આવી રહ્યું છે શાનદાર ફીચર, જે Insta પર પહેલેથી જ છે લોકપ્રિય, આ રીતે કરી શકશો યુઝ
Last Updated: 09:23 AM, 18 January 2025
WhatsApp તેના યુઝર માટે નવા નવા ફીચર લઈને આવતું હોય છે ત્યારે હવે આ એક નવા ફીચરમાં યુઝર તેના સ્ટેટ્સમાં મ્યુઝિક શેર કરી શકશે. આ મટે એક મ્યુઝિક બટન આપવામાં આવશે જેના પર ક્લિક કરીને યુઝર તેની પસંદગીનું ગીત સિલેકટ કરી શકશે. આ વર્ઝન હાલ બીટા યુઝર માટે રોલ આઉટ થયું છે ધીમે ધીમે તમામ યુઝર માટે અમલમાં આવશે.
ADVERTISEMENT
કેવી રીતે કામ કરશે આ ફીચર?
ADVERTISEMENT
વોટ્સએપના આ ફીચરમાં, યુઝર્સ મ્યુઝિક બટન પર ક્લિક કરીને તેમના સ્ટેટસના ફોટો અને વિડિયો અનુસાર તેમનું મનપસંદ ગીત પસંદ કરી શકશે. અહીં મેટાએ એ જ સંગીત કેટલોગ આપ્યો છે જે તે ઇન્સ્ટાગ્રામ પર આપે છે. મ્યુઝિક લાઇબ્રેરીમાં, યુઝરને તેમના મનપસંદ ગીતોને ઇન્સ્ટાગ્રામની જેમ જ પસંદ કરવાની તક મળશે. તેમને ટ્રેન્ડિંગ ટ્રેક પણ બતાવવામાં આવશે, જેનો તેઓ તેમના સ્ટેટસમાં ઉપયોગ કરી શકશે.
મ્યુઝિક કેવી રીતે સિલેકટ થશે
એકવાર ગીત પસંદ થઈ જાય, પછી યુઝર પાસે તેઓ જે પાર્ટ/ ટુકડો વાપરવા માંગે છે તે પસંદ કરવાનો વિકલ્પ હશે. ફોટો સ્ટેટસમાં, મહત્તમ 15-સેકન્ડની મ્યુઝિક ક્લિપ પસંદ કરી શકાશે જ્યારે વીડિયો માટે આવી કોઈ મર્યાદા નથી. એકવાર મ્યુઝિક ક્લિપ સિલેકટ થઈ જાય પછી તે સ્ટેટસમાં મુકાઇ જશે. આ યુઝરના અનુભવને આકર્ષક અને મનોરંજક બનાવવામાં મદદ કરશે.
વધુ વાંચો: દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી કોલોરેક્ટલ કેન્સરનો ખતરો ટળશે, રિસર્ચમાં સચોટ પરિણામ
ઇન્સ્ટાગ્રામ પર પહેલાથી જ છે આ ફીચર
વોટ્સએપ પર આવી રહેલ આ ફીચર ઇન્સ્ટાગ્રામ પર પહેલાથી જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરતી વખતે મ્યુઝિક ક્લિપ પસંદ કરવાની પ્રક્રિયા સમાન હોય છે. હવે તેને WhatsApp પર લાવીને, Meta એ તેના બધા પ્લેટફોર્મ પર સમાન વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ સુવિધા ઘણા બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. પરીક્ષણ પૂર્ણ થયા પછી, તેને બધા વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.