ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સની વચ્ચે એટલુ બધુ લોકપ્રિય થયુ છે કે હવે તેનો ઉપયોગ ખાનગી કાર્યો માટે નહીં, પરંતુ ઓફિશિયલ કામો માટે કરવામાં આવે છે.
Whatsapp એક સારું ફીચર લઇને આવ્યું
Whatsapp Web એ સારું ફીચર 'Sticker Maker' રજૂ કર્યુ
યુઝર્સ Whatsapp Web પર પોતાના ફોટોનું સ્ટિકર બનાવી શકશે
કંપનીએ 'Sticker Maker' રજૂ કર્યુ
આ જ કારણ છે કે WhatsApp પોતાના યુઝર્સને સારો અનુભવ આપવા માટે અવાર-નવાર નવવા ફીચર્સ અને અપડેટ લઇને આવે છે. આ તબક્કામાં કંપનીએ Whatsapp Web દ્વારા એક સારું ફીચર 'Sticker Maker' રજૂ કર્યુ છે. જેની મદદથી યુઝર્સ Whatsapp Web પર પણ પોતાના ફોટોનું સ્ટિકર બનાવી સેન્ડ કરી શકે છે.
સ્ટિકરની સુવિધા ફક્ત એન્ડ્રોઈડ અને IOS યુઝર્સ પૂરતી
Whatsapp Web દ્વારા રજૂ કરવામાં આવેલા Sticker Makerની મદદથી યુઝર્સ પર્સનાલાઈઝ્ડ સ્ટિકર ક્રિએટ કરી શકે છે. મહત્વનું છે કે, અત્યાર સુધી સ્ટિકરની સુવિધા ફક્ત એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ હવે કંપનીએ તેને Whatsapp Web દ્વારા પણ ઉપલબ્ધ કરાવી દીધી છે. હવે તમે Whatsapp Web દ્વારા પણ પોતાના કોઈ ફોટોને સ્ટિકરમાં કન્વર્ટ કરી શકો છો અને તેના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પણ પડશે નહીં.
આ રીતે કરો Sticker Maker નો ઉપયોગ
Whatsapp Web પર યુઝર્સની સુવિધા માટે Sticker Maker ફીચર જાહેર કરાયુ છે અને હવે તમે કોઈ થર્ડ પાર્ટી એપની મદદ વગર જ પોતાના ફોટોને સ્ટિકરમાં કન્વર્ટ કરી શકો છો. આ સાથે સ્ટિકરને સેન્ડ અને ડાઉનલોડ પણ કરી શકો છો. જેના માટે તમારે સિમ્પલ પ્રક્રિયા ફોલો કરવી પડશે.
સૌથી પહેલા Whatsapp Webનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો અને ધ્યાન રાખો કે તમારા કોમ્પ્યુટરમાં ઈમેજ સેવ હોવી જોઈએ.
ત્યારબાદ Whatsapp Web ઓપન કરો અને ત્યાં કોઈ ચેટ વિન્ડો પર જાઓ.
અહીં તમને એટેચમેન્ટ પર ટેપ કરવાનુ છે અને સ્ટિકર સિલેક્ટ કરવાનુ છે.
ત્યારબાદ ફાઈલ એક્સપ્લોરર ઓપન થઇ જશે. જ્યાં તમે એવા ફોટોને સિલેક્ટ કરો. જેને તમે સ્ટિકરમાં કન્વર્ટ કરવા માંગો છો.
પછી તમે ઈચ્છશો તો corners ને એડજસ્ટ કરી શકો છો અને પોતાની સુવિધા મુજબ ફોટોને ક્રોપ કરવાની સાથે તેમાં ટેકસ્ટ અને ઈમોજી પણ એડ કરી શકો છો.
આ પ્રક્રિયાને પૂર્ણ કરતા Arrow પર ટેપ કરી તેને Send કરી દો.