whatsapp launch Sticker Shortcut Feature Expected To Roll Out Soon
ફીચર /
વોટ્સએપ યુઝર્સ માટે લાવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, બદલાય જશે ચેટિંગ કરવાનું એક્સપીરિયન્સ
Team VTV01:04 PM, 25 Jan 21
| Updated: 01:36 PM, 25 Jan 21
વોટ્સએપના આ નવા ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટ મુજબ કંપની યુઝર્સ માટે ટૂંક સમયમાં સ્ટિકર શોર્ટકટ ફીચર લોન્ચ કરશે.
વોટ્સએપના યુઝર્સ માટે સારાં સમાચાર
હવે વોટ્સએપ લાવી રહ્યું છે આ નવું ફીચર
ચેટિંગ કરવાનો એક્સપીરિયન્સ બદલાય જશે
વોટ્સએપ તેના યુઝર્સ માટે ચેટિંગ એક્સપીરિયન્સ સુધારવા માટે નવા નવા ફીચર લાવતું રહે છે. ત્યારે હવે કંપનીએ વોટ્સએપમાં સ્ટીકર શોર્ટકટ નામનું એક ફીચર રોલઆઉટ કરવાની તૈયારી કરી લીધી છે. એવું કહેવાય રહ્યું છે કે વોટ્સએપનું આ ફીચર ટૂંક સમયમાં ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરી શકાય છે.
📝 WhatsApp beta for Android 2.21.2.10: what’s new?
• New sticker pack available: Sumikkogurashi.
• UI Improvements for the new sticker shortcut feature, available in a future update!https://t.co/WrEWBnIdWK
વોટ્સએપમાં આવનારા સ્ટીકર શોર્ટકટ ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટની માનીએ તો આ ફીચર ચેટબારમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફીચર રોલઆઉટ થયા બાદ યુઝર્સને ચેટબારમાં ઈમોજી એન્ટર કરવા અથવા કોઈ શબ્દ લખવા પર અલગ રંગોવાળા અલગ અલગ આઈકન જોવા મળશે. સાથે જ કીબોર્ડને એક્સપાન્ડ કરવા પર વોટ્સએપના બધાં જ સ્ટિકર દેખાવા લાગશે.
બીટા યુઝર્સ માટે ટૂંક સમયમાં થશે રોલઆઉટ
WABetaInfo મુજબ કંપની આ ફીચરને બધાં એન્ડ્રોઈડ ડિવાઈસ માટે તૈયાર કરી રહી છે. આ ફીચર વોટ્સએપ બીટા યુઝર્સ માટે ટૂંક સમયમાં રોલઆઉટ થશે.
નવું સ્ટિકર પેક થયું રિલીઝ
સ્ટિકર શોર્ટકટ સિવાય કંપનીએ એન્ડ્રોઈડ અને આઈઓએસ બેસ્ડ એપ્સ માટે નવા એનિમેટેડ સ્ટિકર પેકને પણ રિલીઝ કર્યું છે. આ ફીચર વોટ્સએપ વેબ માટે ઉપલબ્ધ છે. 2.4 એમબીની સાઈઝવાળા આ સ્ટિકર પેકનું નામ Sumikkogurashi છે. દુનિયાભરના વોટ્સએપ યુઝર આ ફીચરને વોટ્સએપ સ્ટિકર સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે.