બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / whatsapp is updating the avatar feature with more security system
Vaidehi
Last Updated: 04:01 PM, 21 October 2022
ADVERTISEMENT
whatsappમાં એક જોરદાર ફિચર આવ્યું છે. આ ફિચરને લીધે હવે પ્રોફાઇલ પિક્ચર લગાવવું વધુ રોમાંચક થઇ ગયું છે. વોટ્સએપનાં આ નવા ફિચરનું નામ છે 'અવતાર'. આ ફિચરની મદદથી યૂઝર હવે પ્રોફાઇલ પિક્ચરમાં ફ્રેન્ડઝ અને ફેમિલીમાં પોતાનો મનપસંદ અવતાર દેખાડી શકશે.
કઇ રીતે સેટ કરવો અવતાર
યૂઝરે વોટ્સએપની સેટિંગમાં જઇને ડિજિટલ એક્સપ્રેશનવાળા અવતારમાં ક્લિક કરવું. જેમાં વિવિધ અવતારનાં સ્ટીકર્સ દેખાશે જેને યૂઝર પ્રોફાઇલ પિક્ચરની રીતે સેટ કરી શકશે. આ નવા ફિચરની જાણકારી વોટ્સએપનાં અપડેટ્સને ટ્રેક કરવાવાળી કંપની WAbetaInfoએ ટ્વીટ કરીને જાણકારી આપી.
ADVERTISEMENT
WhatsApp is releasing the ability to set up an avatar to some lucky beta testers on WhatsApp beta for Android!
— WABetaInfo (@WABetaInfo) October 21, 2022
An avatar is the best way to express yourself on WhatsApp: let's configure an avatar so you can share personalized stickers with your friends.https://t.co/rISRcluygb pic.twitter.com/E5cBNqKEtF
કંપનીએ ટ્વીટ પર શેર કર્યો screenshot
WAbetaInfoએ ટ્વીટમાં એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં તમે તમારા અવતારનાં એક નવા સ્ટીકર પેકને જોઇ શકશો. નવા અપડેટ બાદ વોટ્સએપ ઓટોમેટિકલી નવું સ્ટીકર પેક બનાવે છે અને તમે સરળતાથી તેને ફ્રેન્ડઝ અને ફેમિલી સાથે શેર કરી શકો છો. તમારા મૂડને હિસાબે આ પ્રોફાઇલ પિક્ચર કોઇપણ રીતે બનાવી સેટ કરી શકાય છે.
બીટા યૂઝર્સને મળી રહ્યો છે નવો ફિચર
WAbetaInfo અનુસાર કંપની આ ફિચરને વર્તમાનમાં ચોક્કસ બીટા યૂઝર્સ માટે જ રોલઆઉટ કરી રહી છે. બીટા ટેસ્ટીંગ પૂરી થયાં બાદ ગ્લોબલ યૂઝરર્સ માટે આ ફિચરનું સ્ટેબલ વર્ઝન રોલઆઉટ કરવામાં આવશે. જો તમે પણ બીટા ટેસ્ટર છો તો વોટ્સએપનાં સેટિંગસમાં તમને આ અવતારનું ઓપશ્ન જોવા મળશે અને તમે તેને યૂઝ પણ કરી શકશો.
ફોટો-વીડુયોનાં સ્ક્રીનશોટ થશે બ્લોક
વોટ્સએપનું આ અપકમિંગ ફિચર યૂઝર્સને સિક્યોરિટી અને પ્રાઇવસી માટે અતિ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ફિચરની ડિમાન્ડ લાંબા સમયથી થઇ રહી હતી. તેના રોલઆઉટ બાદ view once માર્ક કરેલ ફોટો વીડિયોનો સ્ક્રીનશોટ લઇ શકાશે નહીં. કંપનીએ આ ફિચર કેટલાક એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર માટે રોલઆઉટ કરેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.