પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે નવું ફિચર લાવવાની તૈયારીમાં છે જેનું નામ Ranking છે જેની મદદથી તમારા WhatsApp કોન્ટેક્ટ્સના સ્ટેટ્સ રેન્કિંગના આધાર પર જોવા મળશે.
WaBetaInfoની રિપોર્ટ અનુસાર WhatsApp તે કૉન્ટેક્ટ્સને ઑટોમેટિકલી રેન્ક ઓર્ડરમાં રાખશે જેની સાથે તમારે સૌથી વધારે વાત થતી હોય આ કોન્ટેક્ટ્સની રેન્કિંગ કંઇક આ આધાર પર કરવામાં આવશે..
- WhatsAppમાં તમે એક દિવસમાં કોઇની સાથે કેટલું ચેટ કરો છો તેના આધારે રેન્કિંગની 3 કેટેગરી હશે જેના આધારે માત્ર મેસેજ કરો છો અને રિસીવ કરો છો તેમને નોર્મલ રેન્કિંગ આપવામાં આવશે. જે લોકોને તમે વધારે ફોટોઝ કે વીડિયોઝ મોકલો છે તેને ગૂડ રેન્કિંગ મળશે. જેમના મેસેજ તમે ઇગ્નોર કરો છો તેમને બેડ રેન્કિંગ મળે છે.
If you see a different order for status updates (iOS) this is the reason.
People asked me if this is saved on WA servers: NO!
If you reinstall WhatsApp it automatically starts to rank contacts again from scratch. https://t.co/TMjFunmk6M
- જો યૂઝર WhatsAppની મદદથી કોઇને કૉલ કરે છે તો તેની રેન્કિંગ વધી જશે.
- જો કોઇ WhatsApp યૂઝર ગ્રુપમાં કોઇ ખાસ કોન્ટેક્ટના મેસેજ રિપ્લાય કરે છે અથવા તો પછી મેન્શન કરે છે તો તેની રેન્કિંગ સારી થશે.
- એટલું જ નહી યૂઝર્સ કોઇ કોન્ટેક્ટમાં સ્ટેટસ જોવા અથવા તો ઇન્ગોર કરશે તે પણ રેન્કિંગ નક્કી કરશે.
અત્યારે કંઇક આવું દેખાય છે સ્ટેટસ:
WaBetaInfo પર શૅર કરેલા એક સ્ક્રીનશૉટમાં આ નવા ફિચરના ઉદાહરણ તરીકે સમજાવવા આવ્યુ છે કે પહેલી ફોટોમાં 2 મિનિટ પહેલા મૂકવામાં આવેલા WBI સ્ટેટસ ઉપર દેખાય છે તો 22 કલાક પહેલા મૂકવામાં આવેલું Test સ્ટેટસ નીચે દેખાય છે. બીજા ફોટોમાં જોઈ શકો છો કે Testનું સ્ટેટસ ઉપર અને WBIનુ સ્ટેટસ નીચે દેખાય છે. આવું એટલા માટે કારણ કે test સારી રેન્કિંગ મળી છે. આથી સ્પષ્ટ થાય છે કે આ ફિચર પછી તમને સ્ટેટસ સમયના આધાર પર નહી પરંતુ રેન્કિંગના આધાર જોવા મળશે. આ ફિચરને હાલમાં iOSના બીટા વર્ઝન 2.18.102.4 પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. આશા છે કે જલ્દી જ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ જારી કરવામાં આવશે.