WhatsApp કંઇક નવું કરવાની તકમાં હોય છે અને પોતાના યૂઝર્સ માટે નવા-નવા ફિચર્સ જારી કરે છે. હાલમાં કંપનીની તરફથી ખબર મળી છે કે તેઓ જિયો ફોન માટે પણ WhatsAppનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. જલ્દીથી આની અપડેટ જાહેર કરવામાં આવશે. ત્યાં જ કંપનીના બ્લોગમાં થી માહિતી મળી છે કે whatsapp ના બીટા વર્શન માટે નવા ફિચર્સની ટેસ્ટિંગ કરી રહયું છે. જલ્દીથી એની નવી અપડેટ જાહેર કરવામાં આવશે ત્યાં જ કંપનીના બ્લોગમાંથી માહિતી મળી છે કે whatsapp ના બીટા વર્શન માટે નવા ફિચર્સની ટેસ્ટિંગ થઈ રહી છે. નવા અપડેટ આવ્યા બાદ whatsapp નંબર બદલવો સરળ રહેશે.
વાસ્તવમાં whatsApp ચેન્જ મોબાઇલ નંબરના ફિચરમાં કેટલાક બદલાવ કરવા જઇ રહ્યુ છે. નવી અપડેટ આવ્યા પછી તમારી પાસે કંટ્રોલ હશે તમારો બદલાયેલો નંબર કોણ જોઈ શકે કે ના જોઈ શકે. ઉદાહરણ તરીકે અપડેટ થી ગયા પછી તમે મોબાઈલ નંબર બદલો છો અને તમારો whatsapp નંબર પણ બદલવા માંગો છો તો નંબર બદલવા પર તમને ત્રણ ઑપ્શન આપવામાં આવશે.All Contacts Contacts I have chat with અને Custom પણ છે.
જો પહેલો ઑપ્શન સિલેક્ટ કરો તો નંબર બદલાયાની જાણકારી તમામ કૉન્ટેક્સને મળશે બીજા ઑપ્શનમાં જેની સાથે ચેટિંગ કરી છે અને ત્રીજા ઑપ્શન પર ક્લિક કરવા પર તમે પોતે નક્કી કરી શકો છો કે નંબર બદલવાની જાણકરી કોણે મળે અને કોણે નહીં. જોકે આ ફિચર હાલમાં છે પરંતુ એટલા ઑપ્શન્સ નથી મળી રહ્યા.
નંબર બદલવાના પછી ફરી થી ગ્રુપ જોઈન કરવાની જરૂર નહી પડે.તમે ગ્રુપની બહાર પણ નહી નીકળો.સાથે સાથે તમને બધી ચેટનો બેકઅપ પણ મળી જશે .નવા ફીચરની ટેસ્ટિંગ WhatsApp ના એન્ડ્રોઈડના 2.18.97 બીટા વર્ઝન પર થાય છે.