Whatsapp is launching a new feature which is very useful
તમારા કામનું /
આ જ તો જોઈતું હતું, Whatsapp માં આવી જશે એવું ફીચર કે હવે કલાકોનું કામ માત્ર થોડી જ મિનિટોમાં પતી જશે
Team VTV03:01 PM, 25 Jan 22
| Updated: 03:04 PM, 25 Jan 22
WhatsApp દિલ ખુશ કરવાવાળુ નવું ફીચર લાવી રહ્યું છે, જેથી કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે. યુઝર્સને આ ફિચરના માધ્યમથી નવો અધિકાર મળવા જઈ રહ્યો છે. આવો જાણીએ આ નવા ફીચર વિષે.
થઈ શકશે એન્ડ્રોઇડમાંથી iphoneમાં ચેટ ટ્રાન્સફર
ગ્લોબલ વોઇસ નોટ પણ કવિ રહ્યું છે WhatsApp
બેકગરોઉંડમાં સાંભળી શકાશે વોઇસ નોટ
જાણવામાં આવ્યું છે કે WhatsApp યુઝર્સને પોતાના એન્ડ્રોઇડ ડિવાઇઝથી iphoneમાં ચેટ ટ્રાન્સફર કરવાની અનુમતિ દેવાની સંભાવનાની ટેસ્ટિંગ કરી રહ્યું છે. WABetaInfo અનુસાર, WhatsApp એક 'ઇમ્પોર્ટ ચેટ હિસ્ટ્રી' ફીચર પર કામ કરી રહ્યું છે, જેથી એન્ડ્રોઇડ યુઝર્સ પોતાની ચેટને iphone ડિવાઇઝ પર લઈ જય શકશે. એટલે કે જે કામ આક સુધી ઘણું અઘરું હતું, તે હવે મિનિટોમાં થઈ શકશે. આવો જાણીએ આ વિષે વિગતવાર.
ડેવલપમેંટમાં છે આ ફીચર
IOS v22.2.74 માટે લેટેસ્ટ WhatsApp બીટામા ફિચરને ડેવલપમેંટમાં નોંધવામાં આવ્યું હતું. આ આલમ બધા માટે ઉપલબ્ધ નથી. એવું પ્રતીત થાય છે કે માઈગ્રેશન સંભવ બનાવવા માટે WhatsApp મૂવ ટુ ios નામક એક એપ પર નારભાર રહેશે. હાલમાં iosથી સેમસંગ ડિવાઇઝ તથા ગૂગલ પીક્સલ માટે ચેટ ટ્રાન્સફર ફીચર ગયા ઑક્ટોબરથી ઉપલબ્ધ છે. યુઝર iOSથી ચેટને Android 12 આઉટ-ઓફ-ધ-બોક્સ પર આધારિત ડિવાઇઝ પર પણ માઈગ્રેટ કરી શકે છે.
ગ્લોબલ વોઇસ નોટ પ્લેયર પણ લાવી રહ્યું છે WhatsApp
કહેવાય છે કે WhatsApp ios બીટા પર એક નવું વોઇસ નોટ પ્લેયર પણ શરૂ કરી રહ્યું છે જે યુઝર્સને એક અલગ ચેટ પર સ્વિચ કરવા પર પણ એક વોઇસ નોટ સાંભળવા આપશે.
બેકગરોઉંડમાં સાંભળી શકાશે વોઇસ નોટ
જ્યારે યુઝર ફરી સ્વાઇપ કરે છે અથવા કોઈ અન્ય ચેટ છોલે છે, તો યુઝર જે વોઇસ નોટ સાંભળી રહ્યો છે, તે બંધ નહીં થાય. આ ફીચર અમુક ios બીટા ટેસ્ટર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં WhatsApp Business બીટા પણ શામેલ છે.