બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / whatsapp has launched a new feature called code verify
Jaydeep Shah
Last Updated: 11:28 AM, 11 March 2022
ADVERTISEMENT
WhatsAppએ લોન્ચ કર્યું Code Verify
WhatsAppએ નવા સિક્યોરિટી ફીચરની ઘોષણા કરી છે. આ ફીચર WhatsApp Web માટે પેશ કરવામાં આવ્યું છે. આ ફીચરને કંપનીએ Code Verify નામ આપ્યું છે. આ એક વેબ બ્રાઉઝર એક્સટેન્શન છે જે રિયલ ટાઈમ, થર્ડ પાર્ટી વેરિફિકેશનની સુવિધા આપે છે.
ADVERTISEMENT
યૂઝર્સ આ દ્વારા ચેક કરી શકે છે કે WhatsApp Web પર રન થનાર કોડને ટેમ્પર તો નથી કરવામાં આવ્યો ને. WhatsAppએ આ સરળ ભાષામાં સમજાવતા કહ્યું છે કે WhatsApp Webની સિક્યોરિટી અકાઉન્ટ માટે કોડ વેરીફાય કે ટ્રાફિક લાઈટની જેમ કામ કરે છે.
WhatsAppએ કોડ વેરીફાય સાથે પાર્ટનરશિપ કરીને આ લોન્ચ કર્યું છે. કંપની અનુસાર, કોડ વેરીફાયને ઓપન સોર્સ પણ રાખવામાં આવ્યું છે, એટલે બીજી મેસેજિંગ સર્વિસ પર પણ લોકો વેબ પર મળવાવાળા કોડને વેરીફાય કરી શકશે.
WhatsApp પર કેવી રીતે કામ કારે છે Code Verify?
WhatsApp Code Verify Google Chrome, FireFox તથા Microsoft Edge વેબ બ્રાઉઝર પર કામ કરે છે. તમારે સૌથી પહેલા કોડ વેરીફાય એક્સટેન્શનને ઇન્સ્ટોલ કરવું પડશે. આ ઇન્સ્ટોલ થતા જ Firefox કે EDGE બ્રાઉઝર પર ઓટોમેટીકલિ પીન થઇ જાય છે.
Google Chrome યૂઝર્સ માટે આ પીન કરવું જરૂરી છે. જ્યારે કોઈ યૂઝર્સ WhatsApp Web યૂઝ કરે છે તો Code Verify એક્સટેન્શન ઓટોમેટીકલી WhatsApp Web થી રીસીવ થનાર કોડને કમ્પેર કરી લે છે. આ હેશ ક્રિએટ કરે છે તથા પછી WhatsApp Webથી Cloudflare સાથે શેર થનાર કોડનાં હેશ કે ફિંગરપ્રિન્ટ સાથે તેને મેચ કરે છે.
ક્યા પ્રકારે જાણશો કોડ વેરીફાય થયો કે નહી
જો કોઈ કોડ મેચ થઈને વેલિડેટ થઇ જાય છે તો યૂઝરમાં વેબ બ્રાઉઝર પર હાજર Code Verify ગ્રીન થઇ જાય છે. જો તેનો કલર ઓરેંજ થઇ જાય છે, તો તેનો અર્થ છે કે WhatsApp Web વેરીફાઈ થઇ રહ્યું નથી કે પછી પેજને રીફ્રેશ કરવાની જરૂર છે.
WhatsApp Web લોડ થતા સમયે જો કોડ વેરીફાય આઇકન રેડ થઇ જાય છે તો માની શકાય છે કે મળવાવાળા WhatsApp કોડ સાથે સિક્યોરિટી ઈશ્યૂ છે. આ પર યૂઝર એક્શન લઈને વોટ્સએપનાં મોબાઈલ વર્ઝન પર સ્વીચ કરી શકે છે કે સોર્સ કોડ ડાઉનલોડ કરી કોઈ થર્ડ પાર્ટીને એનેલાઇઝ કરવા આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.