બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / whatsapp fraud man cheated on Part Time Job for rs 13 lakh

ચોંકાવનારો કિસ્સો / Part Time Jobના ચક્કરમાં યુવકને લાગ્યો 13 લાખનો ચૂનો, બસ આ એક ભૂલ પડી ભારે

Arohi

Last Updated: 09:05 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Part Time Job Fraud: ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના ચક્કરમાં યુવકને 13 લાખ રૂપિયાનો ચુનો લાગી ગયો. શખ્સે પોતાની આ એક ભૂલ ખૂબ જ ભારે પડી હતી.

  • પાર્ટ ટાઈમ જોબના ચક્કરમાં લાગ્યો 13 લાખનો ચુનો 
  • શખ્સને ભારે પડી આ એક ભૂલ 
  • વોટ્સએપ દ્વારા કર્યુ સ્કેમ 

ભારતમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ ગયો છે. થોડા મહિનાઓ પહેલા અમુક લોકોએ પોતાના લાખો રૂપિયા સ્કેમમાં ગુમાવ્યા હતા. લેટેસ્ટ મામલો WhatsApp સ્કેમનો સામે આવ્યો છે.    

કોયંબટૂરના યુવક સાથે છેતરપિંડી 
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોયંબટૂરમાં રહેતા એક 22 વર્ષના યુવકની સાથે એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ સ્કેમમાં યુવકને લગભગ 13 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો. 

મળી હતી પાર્ટ ટાઈમ જોબની ઓફર 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 9 મેએ યુવકને વોટ્સએપ પર એક પાર્ટ ટાઈમ જોબની ઓફર મળી હતી. તેમાં અમુક ટાસ્ક પુરા કરવા પર એક્સ્ટ્રા કમાણીની લાલચ આપવામાં આવી હતી. 

શરૂઆતમાં આવ્યું રિટર્ન 
રિપોર્ટ્સ અનુસાર યુવકે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે જ્યારે તેને કામ કર્યું તો ટાસ્ક પુરો કરવા પર રિટર્ન પણ આવવા લાગ્યું. આ રીતે સ્કેમર્સે તેનો વિશ્વાસ જીત્યો. 

ઈનવેસ્ટ કરવા કહ્યું 
સ્કેમર્સે યુઝરને વધારે કમાણીની લાલચ આપી અને જણાવ્યું કે જો તે ઈનવેસ્ટમેન્ટ કરશે તો સારૂ રિટર્ન મળશે. સ્કેમપ્સ પર ભરોસો કરીને યુવકે અલગ અલગ ભાગમાં લગભગ 12.98 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું. 

આ રીતે ખબર પડી સ્કેમ 
ત્યાર બાદ યુવકે જોયુ કે કામ જણાવનાર યુઝર્સના દરેક એકાઉન્ટ બંધ થઈ ગયા છે. તેના બાદ તેને ખબર પડી કે તેની સાથે સ્કેમ થયો છે. ત્યાર બાદ પીડિતે સાઈબર ક્રાઈમ પોલીસની પાસે જઈને પોતાની ફરિયાદ નોંધાવી. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. 

ઓટીપી અને બેન્ક ડિટેલ્સ ન આપો 
યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે અજાણ્યા વ્યક્તિ કોઈ પણ રીતે તમારી બેંક ડિટેલ્સ માંગે છે તો સતર્ક થઈ જાઓ. કોઈ પણ વ્યક્તિની સાથે તમારી બેંક ડિટેલ્સ, OTP શેર ન કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Part Time Job WhatsApp fraud ફ્રોડ વોટ્સએપ Part Time Job fraud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ