Saturday, April 20, 2019

અપડેટ / એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવશે WhatsApp ફિંગર પ્રિન્ટ અનલોક ફીચર, આ રીતે કરો એક્ટિવ

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવશે WhatsApp ફિંગર પ્રિન્ટ અનલોક ફીચર, આ રીતે કરો એક્ટિવ
WhatsApp પોતાના યુઝર્સ માટે ખૂબજ જલદી ફિંગર પ્રિન્ટ અનલોક ફીચર રજૂ કરશે. યુઝર્સ પોતાની ફિંગર પ્રિન્ટની મદદથી એપને ઓપન કરી શકશે. આ જોતાં WhatsApp યુઝ કરવું એકદમ સિકયોર બની જશે.


એન્ડ્રોઇડ યુઝર્સને ઘણા સમયથી આ ફીચરની રાહ હતી. હવે લેટેસ્ટ બિટા વર્ઝનમાં આ ફીચર સ્પોટ કરાયું છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપના લેટેસ્ટ બિટા વર્ઝન અપડેટ 2.19.83ને હાલમાં જ રોલઆઉટ કરાયું છે. iOS યુઝર્સ માટે આ ફિચર્સ પહેલેથી ઉપલબ્ધ છે.

બિટા યુઝર્સ ફિંગર પ્રિન્ટ અનલોક ફીચર્સને સેટિંગ્સમાં જઇને ઓન કરી શકે છે.WABetaInfoની એક રિપોર્ટ અનુસાર, તેને ઑન કરવા માટે WhatsAppની Settings ગયા પછી Account> Privacy> Use Fingerprint to Unlock સિલેક્ટ કરવુ પડશે.
 


ફિંગર ‌પ્રિન્ટ ઓથેન્ટિકેશનના ઉપયોગ માટે યુઝરે પહેલાં ફિંગર પ્રિન્ટ રજિસ્ટર કરવી પડશે. ત્યાર બાદ એપને ઓટોમેટિકલી લોક કરવાના ટાઇમિંગ અંગે પૂછાશે. અહીં તમને તરત એપ લોક કરવા અને 1 મિનિટ,  10 મિનિટ કે 30 મિનિટ બાદ લોક કરવાનું ઓપ્શન મળશે.
Technology WhatsApp WhatsApp Update

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ