દુનિયામાં સૌથી વધારે યૂઝ થનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં કેટલાક નવા ફિચર્સ જોડ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કંપની ટચ આઇડી સપોર્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. iPhone યૂઝર્સ આગામી સમયમાં ટચ આઇડીથી WhatsApp સિક્યોર કે લૉક કરી શકશે. હાલમાં iPhoneમાં WhatsApp લૉક કરવા માટે કોઇ સરળ રીત નથી.
ટચ આઇડી સપોર્ટ સિવાય ડાર્ક મોડ અને ગ્રુપરમાં પૉલ્સ જેવા ફિચર્સ પણ ટેસ્ટિંગ કરી રહ્યા છે WA બીટા ઇનફોની એક રિપોર્ટ અનુસાર નવા ફિચર્સ એન્ડ્રોઇડ iOS અને વિન્ડોઝ સ્માર્ટફોન માટે હશે જ્યારે ટચ આઈડી સપોર્ટ iPhone માટે આપવામાં આવશે.
નવી અપડેટની સાથે WhatsApp ગ્રુપ મેમ્બર્સની સંખ્યા વધારવાની તૈયારીમાં છે જ્યારે પહેલા એક ગ્રુપમાં 256 યૂઝર્સને જોડાઇ શકતા પરંતુ હવે ગ્રુપમાં 4096 લોકોને જોડાઇ શકાશે.
iOS માટે WhatsAppના નવા અપડેટમાં એક નવું વિજેટ બેસ્ટ ફિચર પણ મળશે. iPhoneના Today View સેક્શનમાં WhatsApp વિઝેટમાં તમે WhatsApp કૉન્ટેક્ટ્સના સ્ટેટસ જોઇ શકશો.
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsApp પોતાના બીટા વર્ઝનમાં લૉક રેકોર્ડિંગનો ઑપ્શન આપવામાં આવ્યો છે. જેની હેઠળ જો WhatsApp પર વૉયસ રેકોર્ડ કરીને મેસેજ મોકલો છો તે તેના માટે માઇક આઇકૉનની સતત પ્રેસ કરીને નહી રાખવું પડે જેને તમે લૉક કરી શકો છો જેથી સતત વૉયસ રેકોર્ડ કરી શકશો. આ ફિચર માટે તમારે માઇક આઇકૉનના કેટલાક સેકન્ડ્સમાં ટેપ કરવા ઉપરની તરફ સ્લાઇડ કરવાનું રહેશે.
WhatsApp હાલમાં ભારતીય યૂઝર્સ ડિજિટલ પેમેન્ટ સર્વિસની શરૂઆત કરી છે. આ સર્વિસ UPI બેસ્ડ છે જેના હેઠળ WhatsApp કૉન્ટેક્ટ્સને રૂપિયા મોકલી શકાશે.