બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 01:55 PM, 10 February 2021
ADVERTISEMENT
તાજેતરમાં વૉટ્સઍપની પ્રાઈવસીને લઈને ઘણી ચર્ચાઓ સોશ્યલ મીડિયામાં સક્રિય રહેવા પામી હતી. વૉટ્સઍપે તેમના નવા નિયમો પ્રમાણે વૉટ્સઍપ યુઝર્સના ડેટાને ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મને શેર કરવાની વાત કરી હતી જેને લઈને સોશ્યલ મીડિયામાં ધમાસણ મચી જવા પામ્યું હતું. વૉટ્સઍપ પ્રાઈવસીને સુરક્ષિત કરવા આ નવી પોલીસી લઈને આવ્યું છે.
ADVERTISEMENT
શા માટે લાવ્યા આ નવા ટુલ્સ ?
ગત મહિને વૉટ્સઍપે પ્રાઈવસીને લઈને કરેલા ખુલાસાથી વૉટ્સઍપના યુઝર્સમા એકાએક ઘટાડો થઇ ગયો હતો. પ્રાઈવસી પોલીસીને લઈને વૉટ્સઍપની દાદાગીરીથી તેના યુઝર્સમાં રોષ છે. પ્રાઈવસી જોખમમાં હોવા છતાં લાખો યુઝર્સ આજે પણ વૉટ્સઍપનો ઉપયાગ કરી રહ્યાં છે. મંગળવારે 'સેફ ઈન્ટરનેટ ડે' હોવાથી યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને મજબૂત કરવા માટે વૉટ્સઍપ 6 નવા ટુલ્સ લઈને આવ્યું છે. જાણો કયાં છે એ નવા 6 ટુલ્સ.
Safe Internet Day પર આપી ટુલ્સની જાણકારી
9 ફેબ્રુઆરીના દિવસે 'સેફ ઈન્ટરનેટ ડે'ની ઉજવણીના ભાગરુપે મેસેજિંગ એપ વૉટ્સઍપે યુઝર્સ માટે સુરક્ષાને ધ્યાનમાં રાખી ટુલ્સની જાણકારી આપી છે.\
Two step verification
વૉટ્સઍપે યુઝર્સને જણાવ્યુ છે કે, પોતાના એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે યુઝર્સ Two step verificationનો ઉપયોગ કરી શકે છે. તેના માટે યુઝર્સને PINનો ઉપયોગ કરી શકે છે. જેથી યુઝર્સની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ તેની વૉટ્સઍપ એપ ખોલી શકે નહીં.
ગ્રુપમાં જોડતા પહેલા લેવી પડશે પરવાનગી
યુઝર્સની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ અન્ય કોઈપણ વ્યક્તિને ગ્રુપમાં એડ કરી શકશે નહીં. આ ટુલ્સના કારણે બિન જરુરી ગ્રુપમાં પરવાનગી વિના જોડાવાથી બચી શકાય છે. કોઈ વ્યકિત જો તમને તેના ગ્રુપમાં જોડશે તો આ નવુ ટુલ્સ પહેલા યુઝર્સની અનુમતિ માંગશે.
અજાણ્યા મેસેજથી છુટકારો
વૉટ્સઍપના માધ્યમથી અજાણ્યા લોકો માર્કેટિંગ રીલેટેડ મેસેજ કરતા હોય છે. તે સમયે આ ઘણું જ ત્રાસદાયક લાગતું હોય છે પરંતુ વૉટ્સઍપના નવા ટુલ્સથી તેવા અજાણ્યા મેસેજ કરનારાઓનો વૉટ્સઍપને રીપોર્ટ કરી શકો છો.
સ્ટેટસ પર કરી શકો છો કન્ટ્રોલ
વૉટ્સઍપે જણાવ્યું છે કે, હવે તમે તમારા સ્ટેટસ અને પોતાના Last Seenને જાતે કન્ટ્રોલ કરી શકો છો. યુઝર્સ પોતાની મરજીથી પોતાની પ્રાઈવસી અને સ્ટેટસને પસંદ કરી શકે છે.
વૉટ્સઍપ નહીં વાચી શકે મેસેજ
વૉટ્સઍપ કંપનીએ પ્રાઈવસી પોલીસી બાબતે ફરી એકવાર ચોખવટ કરતા કીધુ છે કે, યુઝર્સના મેસેજ યુઝર્સ સિવાય કોઈ વાંચી નહીં શકે. એટલું જ નહીં પણ પોતે વૉટ્સઍપ પણ યુઝર્સના મેસેજ વાંચી નહીં શકે.
મહત્વનુ છે કે, વૉટ્સઍપ અવાર નવાર તેમની પોલીસીમા નવા વળાંક લાવતુ રહે છે. પ્રાઈવસી પોલીસીને લઈને ગત મહીને લાવેલા નિયમોથી યુઝર્સનો વૉટ્સઍપ પરથી ભરોસો ઉઠી ગયો છે, ત્યારે 'સેફ ઈન્ટરનેટ ડે'ના દિવસે આપેલા આ નવા ટુલ્સથી શું યુઝર્સનો ભરોસો ફરી જીતી શકશે કે કેમ તો પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.