Facebookના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp દુનિયામાં પોતાના પ્રકારનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ચૂક્યુ છે. આખી દુનિયામાં 1.3 મિલિયન જ્યારે ભારતમાં જ આશરે 250 મિલિયન લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. હવે WhatsApp પોતાના યૂઝર્સ માટે Swipe to Reply ફિચર શરૂ કરી રહ્યુ છે. જણાવી દઇએ કે અત્યાર સુધી આ ફિચર માત્ર Apple યૂઝર્સને મળતું હતુ. અત્યારે એન્ડ્રોઇડ પર કંપનીએ આ સુવિધા પોતાના બીટા વર્ઝન 2.18.300 પર લોન્ચ કરી છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ સુવિધા તમામ WhatsApp યૂઝર્સ માટે શરૂ થઇ જાય.
અત્યાર સુધી એન્ડ્રોઇડ યૂઝર્સને WhatsApp પર કોઇ મેસેજનો રિપ્લાય કરવા માટે તે મેસેજને સિલેક્ટ કરીને હોલ્ડ કરવો પડે છે. ત્યારબાદ જ એપમાં રિપ્લાય બટન હાઇલાઇટ થાય છે. આ રીતે મેસેજનો રિપ્લાય કરવાનું ક્યારેક-ક્યારેક યૂઝર્સને ઇરિટેટ કરે છે. પણ હવે WhatsAppના આવનારા ફિચર અંતર્ગત યૂઝર્સ કોઇપણ મેસેજને જમણી તરફ સ્વાઇપ કરીને તેના પર રિપ્લાઇ કરી શકે છે. એટલે કે જેવા તમે કોઇ મેસેજને રાઇટ સાઇડમાં સ્વાઇપ કરશો તરત જ પોતાનો રિપ્લાય ટેક્સ્ટ લખી શકશો.
આમ તો Swipe to Replyની પબ્લિક રિલીઝ ટૂંક સમયમાં જ થઇ જાય તેવી આશા છે જ્યારબાદ તમામ યૂઝર્સ આનો ઉપયોગ કરી શકશે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા માટે આતુર છો તો તમારે ઑફિશ્યલ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામનો ભાગ બનવું પડશે.
આ સિવાય તમે WhatsApp પર એડ્વર્ટાઇઝમેન્ટ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર હવે યૂઝરને સ્ટેટસ પર એડ જોવા મળશે. જો તમે ઇન્સ્ટાગ્રામ યૂઝ કરો છો તો હવે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં એડ જોઇ હશે. આમ તો ઇન્સ્ટાગ્રામ પર Facebookની જ કંપની છે આ માટે ફેસબુક હવે ઇન્સ્ટાગ્રામવાળું આ મૉડલ WhatsApp પર લાવવાની તૈયારીમાં છે.