બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / કેનેડામાં શું તકલીફ પડી છે? નોકરી માટે લાંબી લાઇન, બેરોજગારીનો સંકેત છે?
Last Updated: 09:34 PM, 25 June 2024
કેનેડા અને ગુજરાતની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. કેનેડાની સરકારનો જે નિયમ અત્યાર સુધી ગુજરાતી સહિત સમગ્ર ભારતીયોને કેનેડામાં વસવાટ કરવા માટે પ્રેરતો હતો એ જ નિયમ હવે નાબૂદ થયો છે. આ નિયમ છે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટનો. 21 જૂનથી જ તત્કાલ અસરથી કેનેડાની સ રકારે આ નિયમને અમલમાં મુકી દીધો. પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એક એવી વ્યવસ્થા હતી કે જેમાં કેનેડાના ચોક્કસ પ્રોટોકોલ હેઠળ આવતી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીએ સ્નાતક કર્યું હોય તો તેને ઓન બોર્ડ વીઝા મળી જતા અને વર્ક પરમિટ પણ મળી જતી હતી. હવે કેનેડાની સરકારે આવી અરજીઓ સ્વીકારવાનું બંધ કર્યું છે. કારણ આપવામાં આવ્યું છે સ્થાનિક સંસાધનોને મજબૂત કરવા અને ઈમિગ્રેશનને કારણે ઉભી થયેલી સમસ્યાઓ ટાળવી.
ADVERTISEMENT
કેનેડામાં જ્યારે ગુજરાતી પરિવારનો દીકરો કે દીકરી ભણવા અને કમાવવા જાય છે એ મોટેભાગે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હોય છે અને લોન લઈને પોતાના સપના વિદેશમાં પૂરા કરવા જાય છે. હવે એવા વિદ્યાર્થીઓએ હાલ તો કેનેડા જવાનું સપનું જોયું હોય તો તેને સ્થગિત કરી દેવું પડશે. બીજી તરફ કેનેડા અને ભારતના સંબંધોમાં જે રાજદ્વારી તણાવ છે એ પણ જગજાહેર છે. થોડા વર્ષોમાં કેનેડામાં મોંઘુ બનતું જનજીવન અને એને લીધે ગુજરાતીઓને પડતી મુશ્કેલીઓના પણ અનેક દાખલા સામે આવ્યા છે. એ હકીકતને પણ નકારી શકાતી નથી કે 2022 પછી કેનેડામાં જતા ગુજરાતીઓનું પ્રમાણ ઘટ્યું છે. હવે બીજી તરફ કેનેડાની સરકારનો આ નવો નિયમ ગુજરાતીઓ અને સરેરાશ ભારતીય માટે નવસરથી વિચાર કરવાનો છે કે કેનેડા જવું કે ન જવું.
ADVERTISEMENT
PGWP શું છે?
પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ એક ઓપન વર્ક પરમિટ છે. વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં રહીને પોતાનું ભણતર પૂર્ણ કરી શકે છે. PGWP જેની પાસે હોય તે કોઈપણ કંપનીમાં ઈચ્છિત કલાકો સુધી કામ કરી શકે છે. અભ્યાસક્રમનો સમય અથવા પાસપોર્ટની અવધિ જે વહેલી પૂરી થાય તેના ઉપર આધાર છે. કેનેડામાં D.L.I. અંતર્ગત ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. કેનેડામાં અસ્થાયી રીતે રહેવા માગતા હોય તો PGWPની પાત્રતા મળે છે. 3 વર્ષના સમયગાળા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળવાપાત્ર છે.
કેનેડા સરકારનો નવો નિયમ શું છે?
કેનેડા સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ ખતમ કરી છે. 21 જૂનથી જ નવો નિયમ લાગુ પણ કરી દીધો છે. 21 જૂન પછી કોઈ વિદેશી PGWP માટે અરજી નહીં કરી શકે. સ્થાનિક સંસાધનો ઉપર બોજ ઓછો થાય તેવો કેનેડાની સરકારનો તર્ક. હવે સરહદે આવીને તત્કાલ વીઝા મળશે એ સ્થિતિ નહીં રહે. સ્ટડી પરમિટ માટે કોઈએ અરજી કરી હશે તો ફેરવિચારણા થશે. વિદ્યાર્થી વાસ્તવમાં અભ્યાસ કરવા માગતો હશે તો મુદત લંબાવાશે.
કેનેડાનો ક્રેઝ મોંઘો પડ્યો?
2023માં કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 86%નો ઘટાડો નોંધાયો છે. 2023ના ત્રીજા ક્વાર્ટરમાં 1 લાખ 8 હજાર 940 વિદ્યાર્થીઓને પરમિટ મળી હતી. 2023ના ચોથા ક્વાર્ટરમાં 14 હજાર 910 વિદ્યાર્થીઓએ મેળવી પરમિટ. 2022માં કેનેડામાં 41% ભારતીય વિદ્યાર્થી હતા.
ગુજરાતીઓને શું અસર?
કેનેડામાં ગુજરાતીઓ મોટેભાગે સ્ટુડન્ટ વીઝા ઉપર જાય છે. ગુજરાન ચલાવવા વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે. ઈમિગ્રન્ટ્સની સંખ્યા કેનેડામાં વધી એટલે હરિફાઈ વધી છે. નાની એવી નોકરી હોય અને કમાણી ઘર ભાડામાં જ જતી રહે છે. કેનેડામાં ઘરના ભાડા આસમાને છે. કેનેડામાં બહારથી આવતા લોકો ત્રણ-ત્રણ નોકરીઓ કરે છે. મધ્યમવર્ગીય ગુજરાતી માટે કેનેડામાં ગુજરાન મુશ્કેલ બન્યું છે. એક રૂમમાં દસ લોકો રહેતા હોય એવી સ્થિતિ છે. સમગ્ર દિવસ દરમિયાન ઓછું ભોજન લઈને પણ લોકો દિવસ પસાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.