બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Viral / અમદાવાદના સમાચાર / પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો હતો MAYDAY...MAYDAY...MAYDAY કોલ, શું છે 'મેડે કોલ'?
Charmi Maheta
Last Updated: 04:03 PM, 12 June 2025
જરાતના અમદાવાદમાં ગુરુવારે એક મોટી વિમાન દુર્ઘટના બની. જેમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે દુર્ઘટના પહેલા,વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1.39 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ તેણે નજીકના એર ટ્રાફિક કંટ્રોલને MAYDAY કોલ આપ્યો, પરંતુ તે પછી વિમાન દ્વારા ATCને કોઈ સિગ્નલ આપવામાં આવ્યો નહીં. ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડોમાં વિમાન એરપોર્ટ પરિસરની બહાર ક્રેશ થયું હતું.
ADVERTISEMENT
જાણો શું છે મે ડે કોલ ?
કોઈપણ ફ્લાઇટમાં, 'મેડે કોલ' એ એક કટોકટી સંદેશ છે જે પાઇલટ ત્યારે આપે છે જ્યારે વિમાન ગંભીર મુશ્કેલીમાં હોય અને મુસાફરો અથવા ક્રૂના જીવ જોખમમાં હોય. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થઈ જાય, વિમાનમાં આગ લાગી જાય, હવામાં અથડામણનો ભય હોય, અથવા હાઇજેક જેવી પરિસ્થિતિ હોય. આ કોલ દ્વારા, કોઈપણ પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના વિમાનોને ચેતવણી આપે છે કે વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે. વિમાનના રેડિયો પર ત્રણ વખત કહેવામાં આવે છે - "મેડે, મેડે, મેડે" MAYDAY... MAYDAY... MAYDAYજેથી તે સ્પષ્ટ થાય કે આ મજાક નથી પણ વાસ્તવિક કટોકટી છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, મેડે કોલ આવતાની સાથે જ કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ કરવા માટે તમામ સંસાધનો લગાવી એડીચોંટીનું જોર લગાવે છે, જેમ કે ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી, રનવે સાફ કરવું, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવી.'મેડે' શબ્દ ફ્રેન્ચ શબ્દ "મૈડર" પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મને મદદ કરો.એ નોંધનીય છે કે જો પરિસ્થિતિ ખૂબ ગંભીર ન હોય પરંતુ ચિંતાનો વિષય હોય, તો પાઇલટ પેન-પેન કહે છે, જે 'મેડે' કરતા ઓછો ગંભીર માનવામાં આવે છે.
આ પણ વાંચો https://www.vtvgujarati.com/news-details/ahmedabad-plane-crash-video-captured-exact-moment-air-india
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.