બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / કોંગ્રેસને ડર પેઠો? ઉમેદવારો સાથે બેઠક બાદ શક્તિસિંહ ગોહિલ બોલ્યા, 'હિંમતથી લડ્યા ભલે..'
Last Updated: 05:55 PM, 22 May 2024
કોંગ્રેસ ઉમેદવારો સાથે બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. . જે દરમ્યાન તેમણે કહ્યુ કે શરૂઆતમાં ભાજપ પાંચ લાખથી જીતના દાવા કરતું હતું, પરંતુ હવે ભાજપ લીડના દાવા કરવાનું ભૂલી ગયું છે. આજની કોંગ્રેસના ઉમેદવારો સાથેની બેઠકને લઇને તેમણે કહ્યું કે આજની બેઠક ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો સાથે રખાઇ હતી જેમાં મત ગણતરીના દિવસે તકેદારી લઇને ચર્ચા કરાઇ હતી.
ADVERTISEMENT
આ વખતના પરિણામો પક્ષ માટે ઉત્સાહજનક રહેશેઃ શક્તિસિંહ
તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતના પરિણામો પક્ષ માટે ઉત્સાહજનક રહેશે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કાર્યકરો અને મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.. અને અમને વિશ્વાસ છે ખુબ સારુ
ADVERTISEMENT
પરિણામ આવવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે જેને કોંગ્રેસે હીરો બનાવ્યા હતા તે લોકો ડરીને પાર્ટી છોડીને જતા રહ્યા.. પરંતુ જે લોકો પાર્ટી સાથે ઉભા રહ્યા અને મક્કમતાથી લડ્યા છે તે સન્માનને પાત્ર છે.
પરિણામ ભલે ગમે તે આવે...
જો કે આ બધા વચ્ચે તેમણે એમ પણ કહ્યું કે પરિણામ ભલે ગમે તે આવે પરંતુ અમારા ઉમેદવારો જે હિંમતથી લડ્યા તે સન્માનને પાત્ર છે.. મહારાણા પ્રતાપ પણ યુદ્ધ જીત્યા ન હતા પરંતુ આજે લોકો તેમને તેઓ જે સાહસિકતાથી યુદ્ધ લડ્યા હતા તેને કારણે તેમને યાદ કરે છે. શક્તિસિંહનું આ નિવેદન થોડામાં ઘણુ બધું કહી જાય છે .
આ પણ વાંચોઃ 38 વખત આતંકી નુસરથના ભારતમાં આંટાફેરા, સ્થાનિક વ્યક્તિની સાંઠગાંઠ પર ATSનો ખુલાસો
મોઢવાડિયાના નિવેદન પર જવાબ આપવાનું ટાળ્યું
આ પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહે અર્જુન મોઢવાડિયાના નિવેદન પર જવાબ આપવાનું ટાળ્યું હતું.. તેમણે કહ્યું કે કોઇ ભાજપમાં કાયમી રહેલો નેતા કંઇ બોલે અને હું જવાબ આપું તો તે ઠીક છે પરંતુ જે કાલ સુધી મારી સાથે હતા અને હવે ત્યાં જતા રહ્યા તેમને હું જવાબ આપું તે યોગ્ય નથી.. આમ કહી તેમણે અર્જુન મોઢવાડિયાના નિવેદન પર જવાબ આપવાનું ટાળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.