બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 06:38 PM, 27 May 2023
ADVERTISEMENT
આઇપીએલ 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે ચેન્નાઈ બીજા ક્રમે રહ્યું છે.
કાલે મેચ ન રમાય તો શું થશે
28 મેના રોજ અમદાવાદમાં વરસાદ પડે છે તો ફાઈનલ મેચ શરૂ કરવા માટે વધારાનો સમય રાખવામાં આવ્યો છે. કોઈ પણ ઓવરમાં ઘટાડો કર્યા વિના પુરી 20 ઓવરની મેચ મોડી રાત્રે 10.10 વાગ્યાથી શરુ થઈ શકે છે. જો તે વધારાના સમયમાં પણ મેચ શરૂ નહીં થાય તો તે પછી 5-5 ઓવર રમવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ જો તે શક્ય નહીં બને તો મેચનું પરિણામ મેળવવા માટે સુપર ઓવર થશે. નોંધપાત્ર છે કે, જો એક પણ બોલ ન ફેંકાય તો બીસીસીઆઇએ આખરી મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. ત્યારબાદ બીજા દિવસે મેચ રમાશે.
ADVERTISEMENT
વરસાદને કારણે મેચ બંધ રહ્યાંના કિસ્સામાં ગુજરાત ટાઈટન્સ કેમ બની જશે ચેમ્પિયન
બીજી તરફ જો એવું થાય કે 28મીએ મેચ શરુ થઈ જાય અને વચ્ચે વરસાદ પડે તો બીજા દિવસે જ્યાંથી મેચ બંધ રખાઈ હતી ત્યાંથી ફરી શરુ કરાશે. જો રિઝર્વ ડેના દિવસે વરસાદ પડે તો તે દિવસે મેચ યોજવાની એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે જે મેચના પ્રથમ દિવસે રાખવામાં આવી હતી.. જો રિઝર્વ ડેના દિવસે વરસાદના કારણે એક પણ બોલ ન નખાય તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. જોકે વરસાદના વિધ્નને કારણે મેચ ધોવાઈ જશે તો ગુજરાત ટાઇટન્સ ફરી એક વખત ચેમ્પિયન બનશે. કારણ કે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT