What will be the position of the wind in this makar sankranti
આગાહી /
ઉત્તરાયણના દિવસે કેવો પવન હશે, ક્યો સમય પતંગ ચગાવવામાં સૌથી વધુ અનુકુળ હશે
Team VTV11:41 AM, 13 Jan 20
| Updated: 11:58 AM, 13 Jan 20
મકર સંક્રાતિનાં ઉત્સાહની સાથે સૌથી મોટી ચિંતા એ પણ હોય છે કે વાતાવરણ કેવું રહેશે એમાંય પવન કેવો રહેશે. કેમકે આ આખા તહેવારનો આધાર પવન પર જ રહેલો છે. ત્યારે પતંગ રસિયાઓ માટે આ હવામાન ખાતાની આગાહી કરી હતી. ત્યારે જોઈએ ઉતરાયણનાં 2 દિવસ કેવા રહેશે તે જાણવું ખૂબ જરુરી છે...
હવામાં ઘૂમ્મસનું પ્રમાણ વધતા ઠંડી ઓછી રહેશે
ગુજરાતમાં કેટલાક ભાગમાં હળવા છાટા પડવાની સંભાવના
વાસી ઉતરાયણે પવનની ગતિ 15થી 20 કીમીની રહેશે
ઉતરાયણ-વાસી ઉત્તરાયણમાં પવનની સ્થિતિ સારી રહેશે
હવામાન વિભાગની આગાહી બાદ પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણમાં પવનની સ્થિતિ સારી રહેશે. ઉતરાયણ વહેલી સવારથી પવનની સ્થિતિ સારી રહશે. ઉતરાયણનાં દિવસે 12થી 18 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની સંભાવના છે. વાસી ઉતરાયણનાં દિવસે પવનની ગતિ 15થી 20 કિલોમીટર રહશે.
ઉતરાયણનાં દિવસે ઠંડી ઓછી રહેવાની સંભાવનાં
ત્યારે રહી વાત દિવસે દિવસે વધી રહેલી ઠંડીની તો ઉતરાયણના દિવસે ઠંડીને લઈને લોકોમાં રાહત મળશે. હવામાં ધુમ્મસનાં પ્રમાણમાં વધારો થતા ઠંડી ઓછી રહેશે. વાસી ઉતરાયણે હાડ થિજવતી ઠંડીમાં ઘટાડો થશે. તેમજ કેટલીક જગ્યાએ પતંગ રસિયાઓને નિરાશા હાથ લાગે કેમ કે ગુજરાતમાં કેટલાંક ભાગમાં હળવા છાટા પડવાની સંભાવના રહેલી છે.