બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what is vvpat and evm know counting rules process method election commission

ચૂંટણી / દરેક 5 બૂથ સાથે VVPAT સ્લીપનું થશે મિલાન, અહીં સમજો-મતગણતરી પ્રક્રિયા

vtvAdmin

Last Updated: 11:23 AM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ દોઢ મહીના સુધી ચાલેલી લાંબી ચૂંટણી પ્રક્રિયા અને સાત ચરણોમાં થયેલા મતદાનની મતગણતરી  આજે 23 મે શરૂ થઇ ગઇ છે.  ચૂંટણી પંચે તેના માટે વ્યાપક રીતે તૈયારી કરી છે. મતગણતરી કેન્દ્રો પર ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સાથે મતગણતરીની પ્રક્રિયામાં પણ બદલાવ કર્યો છે. પહેલી વાર ઇવીએમ મશીનો સાથે-સાથે વીવીપેટ સ્લીપ મિલાવવામાં આવશે.

શું છે વિવાદ?

22 વિપક્ષી પાર્ટીઓએ મંગળવારે ચૂંટણી પંચને મળીને વોટોની ગણતરી પહેલા વીવીપેટ સ્લીપોને મિલાવવા માંગ કરી હતી. સાથે કહ્યુ હતું કે છેડછાડના મામલો સામે આવતા તમામ બૂથો પર 100 ટકા વીવીપેટ સ્લીપોને મિલાવવામાં આવે. પરંતુ ચૂંટણી પંચે માંગ ફગાવી હતી. ચૂંટણી પંચના નવા દિશા-નિર્દેશ મુજબ હવે ઇવીએમથી વોટોની ગણતરી સાથે-સાથે પોસ્ટલ બેલેટની પણ ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે પહેલા ઇવીએમની ગણતરી પૂરી થશે, બાદમાં વીવીપેટ સ્લીપને મિલાવવામાં આવશે. 

મતગણતરીની પ્રક્રિયા

મતગણતરી શરૂ થયા પહેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા ઇવીએમની પહેલા ગણતરી સ્પષ્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન રિટર્નિંગ ઓફિસર હાજર રહે છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તથા તેમના  એજન્ટને પણ ત્યાં હાજર રહેવાનો અધિકાર હોય છે. આ તમામ લોકો વોટોની ગણતરીને જોઇ શકે છે. જો મતગણતરીના સમયે કોઇ સમસ્યા આવે છે તો રિટર્નિંગ ઓફિસર તત્કાલ તેની સૂચના ચૂંટણી પંચને આપે છે. પરિસ્થિતિ જોતા ચૂંટણી પંચ નિર્ણય લે છે કે આગળ મતગણતરી કરવામાં આવે કે નહીં.

મતગણતરી કોઇપણ ફરિયાદ કે ત્રુટી વિના પૂર્ણ થઇ જાય છે. અને ચૂંટણી પંચ તરફથી કોઇ આપત્તિ દર્શાવાતી નથી, ત્યારે રિટર્નિંગ ઓફિસર પરીણામનું એલાન કરે છે. અને જીતનાર ઉમેદવારને સર્ટિફિકેટ આપે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ