ગાંધીનગર /
Gujarat Budget: ગુજરાતી ગૃહિણીઓ શું ઈચ્છે છે આ બજેટમાંથી?
Team VTV11:51 AM, 26 Feb 20
| Updated: 12:17 PM, 26 Feb 20
ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે ગૃહિણીઓને આ બજેટથી ઘણી આશાઓ છે. ગૃહિણીઓ ઈચ્છે છે કે, આ બજેટમાં મોંઘવારી અને શાળાની ફી અંગે રાજ્યસરકાર ખાસ સવલત આપે.
બજેટથી ગૃહિણીઓને શું અપેક્ષા?, મોંઘવારી ઘટે તેવી અપેક્ષા
શાળા ફીમાં ઘડાટો થાય તેવી આશા
ગૃહિણીઓને બજેટથી અનેક અપેક્ષા
આજે રાજ્ય સરકાર સામાન્ય બજેટ રજૂ કરી રહ્યી છે. ત્યારે ગૃહિણીઓને બજેટથી કેટલીક અપેક્ષાઓ છે. વધતી જતી મોંઘવારીમાં ભાવો પર અંકુશ આવે તેવી આશા ગૃહિઓએ સેવી રહી છે. આ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ શાળાની ફીમાં એક ચોક્કસ ધોરણ જળવાય તેવી માંગણી મહિલઓની છે. તો આવો જાણીએ આ બજેટથી મહિલાઓની શું આશા અપેક્ષા છે.
શું કહે છે ગૃહિણીઓ
મોંઘવારી પર કાબુ મેળવવા સરકારે પ્રયાસ કરવો જોઇએ
જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર કાબુ મેળવવો જોઇએ
સરકારી શિક્ષણમાં સુધારો કરવામાં આવે
ખાનગી શાળાઓની ફી પર અંકુશ મેળવવો જોઇએ
જાહેર પરિવહનનો વ્યાપ વધારવામાં આવે તેવી લોકોની માગ
મહીલાઓની સુરક્ષા માટે સરકારે વધુ પ્રયાસ કરવા જોઇએ
સરકારી નોકરીઓમાં મહિલાઓને પ્રાધાન્ય અપાય તેવી માગ
શહેરી વિસ્તારોમાં તુટેલા રોડ-રસ્તાઓનું સમારકામ ઝડપી થાય