બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:43 PM, 10 February 2022
ADVERTISEMENT
જીવનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ટર્મ ઇન્શ્યોરન્સ લેવો દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ બની ગયું છે. ઘર ખરીદવું, બાળકોનું શિક્ષણ અને બાળકોના લગ્ન જેવી તમામ જવાબદારીઓ ટર્મ પ્લાન વડે પૂરી કરી શકાય છે. આ સિવાય, જો પરિવારમાં માત્ર એક જ કમાતો સભ્ય હોય અને તેની સાથે કંઈક અપ્રિય બને, તો આવા કિસ્સામાં ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ આશ્રિતોને અમુક અંશે આર્થિક મદદ કરી શકે છે. ટર્મ ઈન્સ્યોરન્સ સાથે તમે ખૂબ ઓછા પ્રીમિયમ પર મહત્તમ જીવન વીમા કવચ મેળવી શકો છો. જોકે, ટર્મ ઈન્સ્યોરન્સ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
ટર્મ ઇન્સ્યોરન્સ લાંબા ગાળાનો લો
ADVERTISEMENT
ઘણી વખત લોકો પૈસા બચાવવા અને ઓછું પ્રીમિયમ ચૂકવવા માટે ટૂંકા ગાળાનો વીમો લે છે. વાસ્તવમાં આવી પોલિસીથી તમારો નફો ઓછો અને નુકસાન વધુ થાય છે. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ તમારે વધુ ટર્મ ઇન્શ્યોરન્સની જરૂર પડે છે. તેથી ટર્મ ઈન્સ્યોરન્સની મુદત મહત્તમ રાખવી જોઈએ.
ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સનું કવરેજ મહત્તમ રાખો
ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન લેતા પહેલા, ખાતરી કરો કે તમારે આશ્રિતો માટે કેટલા કવરેજની જરૂર છે. ટર્મ ઇન્શ્યોરન્સ કવરેજ તમારી વાર્ષિક આવક અને જવાબદારીઓ કરતાં 10-20 ગણું છે. સરળ શબ્દોમાં સમજવા માટે, ધારો કે તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે અને તમારી પાસે 20 લાખ રૂપિયાની લોન છે, તો આવી સ્થિતિમાં તમે 1 કરોડ રૂપિયાના વીમા કવચ માટે અરજી કરી શકો છો.
કંપનીઓનો ઇતિહાસ જુઓ
ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ લેતા પહેલા તમારે અલગ-અલગ કંપનીઓના ટર્મ પ્લાનની સરખામણી કરવી જોઈએ. કારણ કે કેટલીકવાર સસ્તા પ્રીમિયમ પર બધી સુવિધાઓ મળે છે જે મોંઘા ટર્મ પ્લાનમાં નથી હોતી. આ સિવાય ઈન્સ્યોરન્સ કંપનીનો જૂનો ઈતિહાસ પણ જોવો જોઈએ, જે દર્શાવે છે કે કંપનીએ કેટલા દિવસમાં ક્લેમ સેટલ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.