what to eat during stomach gas foods you should avoid if suffering from stomach gas
હેલ્થ ટિપ્સ /
પેટમાં થઇ રહેલી ગેસની સમસ્યાથી છો પરેશાન? તો ભૂલથી પણ આવું ન ખાતા, જુઓ શેનાથી મળશે રાહત!
Team VTV11:58 AM, 03 Dec 22
| Updated: 12:00 PM, 03 Dec 22
પેટમાં ગેસની સમસ્યા થવાથી સ્થિતિ ઘણી વખત ખરાબ થાય છે. પેટ સતત ફૂલવા લાગે છે અને બેચેની વધી જાય છે. એવામાં યોગ્ય ડાયટ લઇને તમે આ સમસ્યાને કંટ્રોલ કરી શકો છો.
પેટમાં થતી ગેસની સમસ્યાથી છો પરેશાન?
યોગ્ય ડાયટ લઇને તમે આ સમસ્યાને કંટ્રોલ કરી શકો છો
જો ગેસ થતો હોય તો આવા ફૂડ્સનુ સેવન ના કરતા
યુવાનોમાં ગેસ બનવાની સમસ્યા વધારે
પેટમાં ગેસ બનવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય છે. પહેલાના સમયમાં માનવામાં આવતુ હતુ કે ગેસ વડીલોને વધારે થાય છે, કારણકે વધી રહેલી ઉંમરના કારણે તેમની ડાયજેસ્ટિવ સિસ્ટમ નબળી થાય છે. પરંતુ આજના સમયમાં યુવાનોને પણ ગેસ બનવાની સમસ્યા વધારે થાય છે. જેનુ કારણ ખાન-પાન સાથે જોડાયેલુ છે, આ સાથે વર્ક સાથે પણ જોડાયેલુ છે. જે લોકો સિટિંગ જોબમાં છે, તેમને ગેસ બનવાની સમસ્યા ચાલતા-ફરતા અને ફિજિકલી એક્ટિવ રહીને કામ કરનારા લોકોની તુલનામાં ઓછી હોય છે.
પોતાના ડાયટને લઇને વધુ સાવધાની રાખો
તેથી સિટિંગ જોબવાળા યુવાનોનુ અને એવા લોકોનુ જેનુ પાચન તંત્ર નબળુ છે, તેઓએ પોતાની ડાયટને લઇને વધુ સાવધાની રાખવી જોઈએ. જ્યારે તમને ગેસ બનવાની સમસ્યા થાય છે ત્યારે જો ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી દાખવશો તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ગેસ બનતા તમારે કઈ ચીજ વસ્તુઓ ખાવાથી ફાયદો મળશે અને કઈ ચીજ વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ.
ગેસ બનતા ના ખાવા જોઈએ આ ફૂડ્સ
મૂળો
ડુંગળી
ટામેટુ
દૂધ
ડ્રાયફ્રૂટ્સ
એવોકાડો
ડેરી પ્રોડક્ટ્સ
પેટમાં ગેસ બનતા શું ખાવુ જોઈએ?
પેટમાં ગેસ બનવાની સમસ્યા થાય છે તો ભૂખ લાગતા આવા ફૂડ્સનુ સેવન કરો. જેનુ પાચન દરમ્યાન મિથેન ગેસનુ ઉત્પાદન ઓછી માત્રામાં થાય છે.