તમારા કામનું /
કુંભ સંક્રાંતિ પર બની રહ્યો છે અનોખો સંયોગ! કરી દો આ નાનકડું કામ, દૂર થઈ જશે મોટી સમસ્યાઓ
Team VTV10:19 AM, 13 Feb 22
| Updated: 05:42 PM, 13 Feb 22
13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.જાણો શું કરવાથી મળી શકે છે શુભ ફળો
શું છે કુંભ સંક્રાંતિ?
કુંભ સંક્રાંતિ- શુભ મૂરત
કુંભ સંક્રાંતિનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યનું દર મહીને રાશિ પરિવર્તન થાય છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહે છે. સૂર્ય અત્યારે મકર રાશિમાં ગોચર અવસ્થામાં છે. 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવ આ રાશિમાં લગભગ એક મહિના સુધી રહેશે. 13 ફેબ્રુઆરીના રોજ કુંભ સંક્રાંતિના દિવસે ત્રિપુશ્કર તથા પ્રીતિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે, જે કારણે આ સંક્રાંતિનું ઘણું મહત્વ છે. આવામાં જાણો કે કુંભ સંક્રાતિ પર શું કરવું શુભ રહેશે.
કુંભ સંક્રાતિ પર કરો આ કામ
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયમ દ્વારા જ વૃતુઓમાં બદલાવ આવે છે. હિંદુ ધર્મમાં સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરી સૂર્યને જળ આપવું શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી બ્રહ્મ લોકની પ્રાપ્તિ થાય છે. દેવી પુરાણ અનુસાર, જે લોકો આ દિવસે સ્નાન નથી કરતા, તે ઘણા જન્મો સુધી દરિદ્ર રહે છે. સંક્રાંતિના દિવસે દાન કરવાની પણ પરંપરા છે. આવામાં દાન જરૂર કરવું જોઈએ.
કુંભ સંક્રાંતિનું મહત્વ
હિંદુ ધર્મમાં એકાદશી, પૂર્ણિમા તથા અમાવસ્યાનું જેટલું મહત્વ છે, એટલું જ કુંભ સંક્રાતિનું પણ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે કુંભ સંક્રાંતિના દિવસે સ્નાન તથા દાન કરવાથી દેવલોકમાં સ્થાન મળે છે. આવામાં આ દિવસે સવારે જળમાં ગંગાજળ તથા તલ મેળવીને સ્નાન કરવું જોઈએ. આ બાદ, કોઈ મંદિરમાં જઈને પોતાના સામર્થ્ય અનુસાર, દાન કરવું જોઈએ. ઈચ્છો તો ગરીબો ભોજન પણ કરાવી શકો છો. આ દિવસે વગર તેલ-ઘી તથા ગોળ-તલથી બનેલ ખોરાકનું સેવન કરવું શુભ માનવામાં આવે છે.