બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / તમારા કામનું / શું કરવું? પાનકાર્ડ અને આધાર કાર્ડમાં નામ છે અલગ, આ રહ્યું એકદમ સરળ સોલ્યુશન

તમારા કામનું / શું કરવું? પાનકાર્ડ અને આધાર કાર્ડમાં નામ છે અલગ, આ રહ્યું એકદમ સરળ સોલ્યુશન

Last Updated: 08:21 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારા આધાર કાર્ડ અને PAN કાર્ડના નામમાં વિસંગતતા છે? તો આ નામફેરને તમે ઘરે બેઠા બેઠા પણ સુધારી શકો છો.

PAN કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ડોક્યૂમેન્ટ છે. અનેક કામ માટે આ ડોક્યૂમેન્ટ માંગવામાં આવે છે. આ બન્ને પ્રૂફ તરીકે પણ કામમાં આવે છે. પરંતુ જો PAN કાર્ડ અને આધાર કાર્ડમાં આપેલી જાણકારી અલગ અલગ હોય તો અનેક કામ અટવાઈ પડે છે. આધાર કાર્ડ અને PAN કાર્ડમાં અનેક લોકોના નામમાં વિસગંતતા હોય છે. જો આવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારા આ બંને ડોક્યૂમેન્ટમાં નામ ફેર હોય તો ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ તેમાં સુધારો કરી શકો છો. આજે તેની ઓનલાઈન પ્રોસેસ જાણીશું.

વધુ વાંચો : તમારા ફોનની બેટરી જલદી પુરી થઇ જાય છે? ટ્રાય કરો આ ટ્રિક્સ, નહીં કરવું પડે વારેવાર ચાર્જિંગ

  • આ રીતે કરો સુધારો
  1. સૌ પહેલા ઇન્કમ ટેક્સની સાઈટ http://www.incometaxindia.gov.in/ પર જાઓ
  2. PAN નંબર યુઝ કરી લોગ ઈન કરો
  3. PAN કાર્ડ કરેક્શનના વિકલ્પને પસંદ કરો
  4. સ્ક્રીન પર માંગવામાં આવેલી દરેક જાણકારી અને સંબંધિત દસ્તાવેજ અપલોડ કરો
  5. આ કરેક્શન ફોર્મ સબમિટ કરવા લગભગ 106 રૂપિયા ચૂકવવા પડશે
  6. ફી ભર્યા બાદ સબમિટ કરવું, તમને એક રિસિપ્ટ મળશે
  7. રિસિપ્ટ નંબર પરથી તમે ટ્રેક કરી શકશો કે અપડેટ થયેલુ PAN ક્યારે ડિલિવર થશે.
PROMOTIONAL 9
  • આ રીતે ઓફલાઈન પણ કરાવી શકાય અપડેટ

ઓનલાઇન સિવાય તમે ઑફલાઈન પણ સુધારો કરાવી શકો છો. એના માટે તમારે નજીકના PAN સુવિધા કેન્દ્ર જવાનું રહે છે. ત્યાં PAN કાર્ડમાં સુધારા માટેનું ફોર્મ ભરવું. સાથે માંગ્યા મુજબના દસ્તાવેજ જોડવા. ફોર્મ જમ્યા કરાવ્યાના કેટલાક દિવસ બાદ સુધારેલું PAN કાર્ડ તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમે,NSDL e-Gov નામના પોર્ટલ પર પણ ઓનલાઇન PAN કાર્ડ સુધારી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card PAN Card PAN Card Correction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ