- ગુજરાત સહિત દિલ્હીમાં અનુભવાયા આંચકા
- ધરતીકંપ દરમિયાન ધ્યાનમાં રાખવી કેટલીક બાબત
- ભૂકંપની સ્થિતિ પહેલા પણ ચેક કરવી લેવી બિલ્ડિંગની સ્થિતિ
ગઈકાલ રાતથી ગુજરાત સહિત દિલ્હીનાં કેટલાક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકાઓનો અનુભવ થઈ રહ્યો છે. હાલમાં જ તૂર્કી-સીરિયામાં પ્રચંડ વિનાશક ભૂકંપે લોકોનો જીવ લીધો છે ત્યારે આપણે પણ ભૂકંપની ઘટના સામે લડવા માટે તૈયાર રહેવું આવશ્યક છે.
ભૂકંપ પહેલા આ બાબતોનું રાખજો ધ્યાન:
- ભૂકંપ-પ્રતિરોધક બિલ્ડિંગનાં બાંધકામ માટે સુરક્ષિત બિલ્ડિંગ કોડની હિમાયત કરો.
- નબળું બાંધકામ અપગ્રેડ કરવાની હિમાયત કરો.
- ઈમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહો અને એક પ્લાન બનાવો.
- તમારી સોસાયટીનાં એરિયામાં મેડિકલ સેન્ટર્સ, ફાયર ફાયટિંગ સ્ટેશન અને બચાવ મોક ડ્રીલનું આયોજન કરો.
- તમારા ઘરમાં ઈલેક્ટ્રિક અને પાણી ક્યાંથી બંધ થાય છે તે જાણી લો.
- ભારે વસ્તુઓ, ગ્લાસ કે કટલેરી નીચેના ખાનામાં ગોઠવવા.
- ફ્લાવર પોટને પેરાપેટ પર ન ગોઠવો.
ભૂકંપ દરમિયાન શું કરવું?
- શાંત રહો અને અન્યોને આશ્વાસન આપવું.
- ઘટના દરમિયાન, સૌથી સુરક્ષિત સ્થળ હોય છે ખુલ્લું મેદાન કે જે બિલ્ડિંગ કે મકાનોથી દુર હોય.
- જો તમે બિલ્ડિંગ કે મકાનની અંદર છો તો ટેબલ, પલંગ વગેરેની નીચે પોતને કવર કરો. ગ્લાસનાં દરવાજા, બારી કે કાચથી દૂર રહો. નાસભાગથી બચવા ઊતાવળમાં બહાર નીકળાનું ટાળવું.
- જો તમે બહાર જ છો તો બિલ્ડિંગ કે વાયરથી દૂર જતાં રહો.
- જ્યાં સુધી કંપન શાંત ન થાય ત્યાં સુધી ખુલ્લામાં જ રહો.
- તમામ પ્રાણીઓને ખુલ્લા મૂકો જેથી તે બહાર ભાગી શકે.
- કેન્ડલ, માચિસ કે અન્ય જ્વલિત પદાર્થોનો ઉપયોગ ન કરવો.
ધરતીકંપ પછી શું કરશો?
- પીવાનાં પાણીનો પૂરતો જથ્થો સાચવો, ખાવાની સામગ્રી અને પ્રાથમિક સારવારની વસ્તુઓની સાચવણી કરો.
- અફવાઓ ન માનો અને ન ફેલાવો.
- અન્યોને મદદ કરો અને આત્મવિશ્વાસ વધારો.
- ઘાયલ લોકોને મદદ કરો, તેમને પ્રાથમિક સારવાર આપો અને શક્ય હોય તેટલું કામ કરો.
- લેટેસ્ટ સમાચાર મેળવવા માટે તમારા ટીવી કે રેડિયોને ચાલુ રાખો.
- આફ્ટરશોક્સ માટે પણ તૈયાર રહો.
- રસોઈગેસ જો ચાલુ હોય તો તેને બંધ રાખો. અગ્નિનો ઉપયોગ ટાળો.
- PVE વાયરને અડશો નહીં. જો પાણીનાં પાઈપમાં લીકેજ હોય તો મેઈન લાઈન બંધ કરવી