what to do after diwali pooja here is the information regarding diwali poojan and murti visarjan
Diwali 2021 /
દિવાળીની પૂજા બાદ આ ભૂલ ન કરશો, આખા વરસની પ્રાર્થના નિષ્ફળ જશે, જૂની મૂર્તિઓનું શું કરવું જાણી લો
Team VTV09:26 PM, 04 Nov 21
| Updated: 09:29 PM, 04 Nov 21
દિવાળીના દિવસે ઘરમાં લક્ષ્મી માતા અને ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે પૂજા કર્યા બાદ કેટલીક્ ચીજો એવી છે જે તમારે ન કરવી જોઈએ. એ જાણી લો.
આ રીતે કરો નવી મૂર્તિનું સ્થાપન
જૂની મૂર્તિઓનું શું કરશો?
વર્ષભર કરેલી પૂજા નિષ્ફળ ન જવા ડો
દિવાળીમાં આજે સુખ સમૃદ્ધિમાં વધારો થાય એ માટે બધા પોતપોતાનાં ઘરે વિધનહર્તા ગણેશજી અને લક્ષ્મી માતાની પૂજા કરશે. આ દિવસે દિવાળીના દિવસે ઘરમાં લક્ષ્મી માતા અને ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.
પરંતુ કેટલાક લોકો મૂર્તિના સ્થાપન બાદ જે જૂની મૂર્તિ હોય તેની સાથે બેદરકારી રાખતા હોય છે. માટે જો તમે પણ સ્થાપન કર્યું હોય તો તેનો વિશેષ નિયમ જાણી લો નહીં તો આખું વર્ષ કરેલી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત નહીં થાય.
આ રીતે કરો નવી મૂર્તિનું સ્થાપન
જ્યોતિષ આચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યું હતું કે ઘરના ઉત્તર પૂર્વ, પૂર્વ મધ્ય, ઉત્તર મધ્ય સ્થાન પર લોટથી ચોક પૂર્વ. ત્યાં ચોંકી રાખી તેના પર લાલ કપડું, પીળું કપડું રાખવું. લાલ કપડું-ધન સંપત્તિની પ્રાપ્તિ માટે અને પીળું કપડું આધ્યાત્મિક ઉન્નતિ અને ચિત્ત તેમજ પરિવારની શાંતિ માટે રાખવામાં આવતું હોય છે. ત્યાર બાદ હળદરથી પીળા ચોખા કરીને સાથિયો બનાવવામાં આવે છે અને કળશમાં પાણી લઈને અહીં રાખી દેવામાં આવે છે. ત્યાર બાદ ઘઉં અથવા જવ વગેરે રાખીને મનથી ઓ ૐ શ્રી ગણેશાય નમઃ પાંચ વાર બોલીને શ્રી ગણેશજીની નવી મૂર્તિ રાખીને પછી લક્ષ્મી માતાની નવી મૂર્તિને આદર પૂર્વક તેમનું મનોમન સ્મરણ કરીને રાખવી જોઈએ. ગયાંત્રી મંત્ર બોલતા બોલતા આ મૂર્તિઓ પર પાણી છાંટવું જોઈએ.
જૂની મૂર્તિઓનું શું કરશો?
ત્યાર બાદ લક્ષ્મી-ગણેશની મૂર્તિ જેની વર્ષ દરમિયાન પૂજા કરી હોય તેના અનુસાર ઊભા રહીને વિનમ્ર ભાવથી અને શ્રદ્ધા પૂર્વક્ પ્રાર્થના કરવી જોઈએ. ગણેશજી તમારા પર વર્ષ દરમિયાન કૃપયા વરસાવે તથા પરિવાર પર તેમની કૃપા રહે તેવી પ્રાર્થના કરવી જોઈએ. આ નવી મૂર્તિમાં બિરાજમાન થવા માટે તેમણે આહ્વાન કરવું જોઈએ. આ જ રીતે લક્ષ્મી, વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓનું પણ આહ્વાન કરીને તેમણે સ્થાન લેવા માટે પ્રાર્થના કરવી જોઈએ. જૂની મૂર્તિઓને એમ જ રહેવા દઈને લક્ષ્મી ગણેશની નવી મૂર્તિને રોલીથી તિલક કરવાનું અને શ્રી ગણેશજીન દાંડીવાળા પાન પર ઘર બનાવીને હલવો, બુંદીના લાડુ, દૂર્વા, ગળગોટાના ફૂલ, સોપારી,ઋતુ ફળ આદિથી શ્રદ્ધાપૂર્વક અર્પિત કરવા. આ પ્રકારે મોટા લક્ષ્મીને ઘરની બનાવેલી ખીર, બરફી, કમલ પુષ્પ અને ગુલાબ પુષ્પ દાંડીવાળા પાન પર રાખીને અર્પિત કરવા.
આ ભૂલ ન કરશો
ત્યાર બાદ જૂની મૂર્તિઓ પર તિલક કરો અને ફૂલો, મીઠાઈઓ અને કેક અર્પણ કરો, પછી શ્રી ગણેશ જી અને માતા લક્ષ્મીજીની વિવિધ રીતે સ્તુતિ તેમજ આરતી કરો. છ નવેમ્બરે જૂની મૂર્તિઓને શ્રદ્ધા પૂર્વક પ્રણામ કરીને એક છાપામાં લપેટીને તેમના સ્થાને નવી મૂર્તિઓ નબેસાડીને સુરક્ષિત રાખી દો. પછી જ્યારે તક મળે ત્યારે કોઈ સાફ સ્થળે તેનું વિસર્જન કરો. ભૂલથી પણ જૂની મૂર્તિઓને જ્યાં ત્યાં ન રાખશો અથવા ગંદા પાણીમાં કે જેવા તેવા સ્થળે ન ફેંકશો જો તમે આવું કરશો તો પાપને આમંત્રણ આપશો અને વર્ષભર કરેલી પૂજા નિષ્ફળ જશે.