બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ઈન્ટરવ્યૂમાં મુંઝાતા નહીં, હંમેશા પૂછાતા આ 5 સવાલોનું કરી લો રટણ, સાચા જવાબ સાથે નોકરી પાક્કી
Last Updated: 04:24 PM, 14 November 2024
જે વિદ્યાર્થીઓ કોલેજમાં છે અને પ્લેસમેન્ટ દરમિયાન નોકરી મેળવવાનું વિચારી રહ્યા છે, તો તેઓએ જાણવું જ જોઈએ કે કેમ્પસમાં આવનારી કંપનીઓ તેમને કેવા અને કેવા પ્રકારના સવાલ પૂછશે. ખરેખર કોઈપણ ફ્રેશર માટે તેનો પહેલો ઈન્ટરવ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ અને સ્ટ્રેસફૂલ હોય છે. તે જાણતો નથી કે કંપનીના HR તેને કયા સવાલ પૂછશે અને તેનો અર્થ શું હશે. સરળ ભાષામાં એચઆરના દરેક સવાલનો એક અર્થ હોય છે અને જો તેને તેના અર્થનો જવાબ ન મળે તો તે જોબ ઓફર કરતા નથી. આથી આજે અમે તમને જણાવીશું કે ઇન્ટરવ્યુના સમય પર HR ક્યા સવાલ કરે છે અને તમારે તેના કેવા જવાબ આપવા જોઇએ.
ADVERTISEMENT
સવાલ 1: અમને તમારા વિશે જણાવો
ADVERTISEMENT
જો કોઈ HR ઇન્ટરવ્યુ સમયે આ સવાલ પૂછે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે તે તમારા વિશે તે વસ્તુ જાણવા માંગે છે જે તમારા CVમાં લખાઇ નથી.
સવાલ 2: તમે આ કારકિર્દી કેમ પસંદ કરી?
એચઆરના પોઈન્ટ ઓફવ્યૂથી આ સવાલ ખૂબ જ વિશેષ છે. જ્યારે એચઆર તમને આ સવાલ કરે છે, ત્યારે તે તમારી પાસેથી જાણવા માંગે છે કે શું તમને ખરેખર આ ક્ષેત્રમાં રસ છે કે નહીં. આ સવાલ ઇન્ટરવ્યુના સમયે પૂછવામાં આવે તે સૌથી મહત્વપૂર્ણ છે.
સાવલ 3: મને કહો કે તમારી ડ્રીમ જોબ શું છે?
આ સવાલ વારંવાર ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવે છે. આવી સ્થિતિમાં ઉમેદવારે આ સવાલ ખૂબ જ ધ્યાનથી સાંભળવો જોઈએ અને પછી તેનો જવાબ આપવો જોઈએ. જો કે,આ સવાલના જવાબમાં HR એ જાણવા માંગે છે કે તેનો ગોલ શું છે અને તેમને શું પ્રોત્સાહિત કરે છે. તેથી તમારે આ સવાલનો બેસ્ટ જવાબ તૈયાર કરવો જોઈએ.
સવાલ 4: તમે સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરો છો?
ખરેખર સ્ટ્રેસ નીચે કામ કરવું એ જીવનનો એક ભાગ છે. જો કે, તે દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે. આથી જ HR ચોક્કસપણે આ સવાલ દરેકને પૂછે છે. તે ફક્ત તમારી પાસેથી જાણવા માંગે છે કે શું તમે સ્ટ્રેસમાં કંપની માટે કામ કરી શકશો કે નહીં.
વધુ વાંચો: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના: જાણો કેવી રીતે મળશે સબસિડીવાળી લોન, આ રીતે કરો એપ્લાય, બસ જોઇશે આટલાં
સવાલ 5: તમે કેટલા પગારની અપેક્ષા રાખો છો?
આ સવાલ એચઆર દ્વારા છેલ્લે પૂછવામાં આવે છે અને તે પણ જ્યારે ઇન્ટરવ્યુ સારો ગયું હોય. પરંતુ તમને જણાવી દઈએ કે ફ્રેશરે આ જવાબ ખૂબ જ સમજી-વિચારીને આપવો જોઈએ. જો તે ઈચ્છે તો તે નેટ પર અથવા તેના સિનિયર્સ પાસેથી આ પોસ્ટ માટે ફ્રેશરને મળતા પગાર વિશે જાણી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુપરહિટ રિચાર્જ પ્લાન / 49 કરોડ Jio યુઝર્સનું ટેન્શન દૂર, ડેટા લવર્સ માટે 90 દિવસનો સુપરહિટ રિચાર્જ પ્લાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.