Coronavirus / કોરોના વિરુદ્ધની લડાઈમાં આ રાજ્યનું મોડલ ગુજરાતે અપનાવા જેવું

What the world can learn from Kerala about how to fight covid 19

કોરોના વાયરસના તાંડવ ભારતમાં ધીમે ધીમે વરવું સ્વરૂપ લઇ રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી આ વાયરસને મ્હાત આપવાના પુરજોશથી પ્રયત્નો થઇ રહ્યા છે. દેશવ્યાપી લોક ડાઉન ઉપરાંત દરેક રાજ્યો ઉપરાંત જીલ્લાઓ અને નગર પાલિકાઓ પોતાની રીતે પગલા લઇ રહી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં જયારે દેશના સૌ પ્રથમ કેસ પકડાયા ત્યારે બાદ થોડા સમય માટે આ રાજ્ય હોટ સ્પોટ બની રહ્યું. જો કે અત્યારે રાજ્યની કુશળ આરોગ્ય તંત્રની અને સરકાર અને અધિકારીઓની મહેનતના પગલે કોરોના વાયરસ અન્ય રાજ્યો કરતા એટલો કાબૂમાં આવ્યો છે કે હવે ભીલવાડાની જેમ કેરળ મોડલની પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે અત્યારે કેરળમાં ગુજરાત કરતા પણ ઓછા કોરોના પોઝીટીવ દર્દીઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ