બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટનો આવો કેવો નિયમ? જ્યાં સિક્સર મારવા પર બેટ્સમેનને અપાય છે આઉટ

OMG! / ક્રિકેટનો આવો કેવો નિયમ? જ્યાં સિક્સર મારવા પર બેટ્સમેનને અપાય છે આઉટ

Last Updated: 07:11 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટની રમતમાં ચાહકો અને ટીમ બંનેને ચોગ્ગા અને છગ્ગાની જરૂર હોય છે. ચાહકો વિસ્ફોટક ઇનિંગ્સનો આનંદ માણે છે

Banned on Sixes: ક્રિકેટની રમતમાં ચાહકો અને ટીમ બંનેને ચોગ્ગા અને છગ્ગાની જરૂર હોય છે. ચાહકો વિસ્ફોટક ઇનિંગ્સનો આનંદ માણે છે, જ્યારે બેટ્સમેનો તેમની આક્રમકતા બતાવીને લાઇમલાઇટમાં આવે છે. સિક્સરનો સંબંધ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલો રહેશે, પરંતુ ઇગ્લેન્ડ ક્રિકેટ ક્લબે આ નાતાને તોડી નાખ્યો છે. ત્યાં સિક્સર વાગે તો બેટ્સમેનને તેની વિકેટ ગુમાવવી પડી શકે છે.

ક્રિકેટની રમતમાં ચાહકો અને ટીમ બંનેને ચોગ્ગા અને છગ્ગાની જરૂર હોય છે. ચાહકો વિસ્ફોટક ઇનિંગ્સનો આનંદ માણે છે, સિક્સરનો સંબંધ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલો રહેશે, પરંતુ ઇગ્લેન્ડ ક્રિકેટ ક્લબે આ સંબંધ તોડી નાખ્યો છે. ત્યાં સિક્સર વાગે તો બેટ્સમેનને તેની વિકેટ ગુમાવવી પડી શકે છે. ઈંગ્લેન્ડ સ્થિત સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબે ખેલાડીઓ વિરુદ્ધ આ વિચિત્ર કાર્યવાહી કરી છે.

cricket-14

કારણ શું છે?

સિક્સર પર પ્રતિબંધ મૂકવાનો વિચાર એકદામ અજીબ લાગી રહ્યો છે. પરંતુ તેની પાછળનું કારણ વધુ રસપ્રદ છે. કારણ જાણીને દરેક વ્યક્તિ કહી શકે છે કે ક્લબ માટે આ નિર્ણય સરળ નહીં હોય. ક્લબે આ નિર્ણય લીધો કારણ કે મેદાનની નજીક રહેતા લોકોએ તેમની મિલકતને નુકસાન થતુ હોવાનું કહીને ફરિયાદ નોંધાવી હતી. આટલું જ નહીં, મેચ જોવા આવતા લોકોને ઈજાઓ અને વાહન તૂટી જવાના કિસ્સાઓ સતત વધી રહ્યા હતા. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ક્લબ દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો હતો.

Website_Ad_1200_1200_3.width-800

પ્રથમ છક્કા પર મળશે ચેતવણી

આ નિયમમાં એવી જોગવાઈ છે કે બેટ્સમેન સિક્સર ફટકારે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે. જો કે આમાં એક જ છૂટછાટ છે કે બેટ્સમેન પ્રથમ છગ્ગો ફટકારે તો તેને ચેતવણી આપવામાં આવશે. પરંતુ ચેતવણી મળ્યા બાદ પણ સિક્સર ફટકારવામાં આવશે તો તેને આઉટ આપવામાં આવશે. પ્રથમ છક્કાની ચેતવણીમાં ટીમને 6 રન પણ આપવામાં આવશે નહીં. સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબના કોષાધ્યક્ષ માર્ક બ્રોક્સઅપે આ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમના મતે આ નિયમ વીમાના દાવા અને કાયદાકીય કાર્યવાહીને કારણે થતા ખર્ચને ટાળવા માટે બનાવવામાં આવ્યો છે.

વધું વાંચોઃ ટીમ ઇન્ડિયાથી અલગ થઇને હવે આ ટીમના કોચ બનશે રાહુલ દ્રવિડ, જાણો વિગત

ખજાનચીએ શું કહ્યું?

આ નિયમ અંગે ખજાનચીએ કહ્યું, 'જૂના સમયમાં ક્રિકેટ શાંત વાતાવરણમાં રમાતી હતી. પરંતુ ટી-20 અને લિમિટેડ ઓવરના ક્રિકેટના આગમન પછી આ રમતમાં વધુ આક્રમકતા દેખાવા લાગી છે, હકીકતમાં સ્ટેડિયમની નજીક રહેતા એક 80 વર્ષના વ્યક્તિએ કહ્યું કે આજકાલ ખેલાડીઓમાં જોશ એટલો આવ્યો છે કે છગ્ગા લગાવવા માટે સ્ટેડિયમ નાનુ પડી રહ્યુ છે. જો કે આ નિયમ બાદ ઘણા ખેલાડીઓ વિરોધ પણ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OMG sixes banned CRICKET
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ