મહામંથન / પાકવીમાની ચૂકવણીનું સત્ય શું?

ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવી દીધાનો દાવો કરતી સરકાર ફરી એકવાર સાણસામાં આવી જયારે વિધાનસભામાં કોંગ્રેસે કેટલાક આંકડા જાહેર કર્યા. કોંગ્રેસની વાત માનીએ તો સરકાર જે દાવો કરે છે તેનાથી સાવ વિપરીત સ્થિતિ છે અને આંગળીના વેઢે ગણાય એટલા જ ખેડૂતને પાકવીમાની રકમ મળી છે જયારે સરકાર એવો બચાવ કરે છે કે ગૃહમાં સવાલોના જયારે અમે જવાબ આપી રહ્યા હતા ત્યારે અમને અમારી વાત કહેવા ન દેવામાં આવી.. હવે સ્વભાવિક છે કે સરકાર અને વિપક્ષની તો પોતાની રાજરમત હોય છે પરંતુ ફરી એકવાર ખેડૂતની વાત ખોરંભે ચડી ગઈ એ હકીકત છે.. સવાલ એ છે કે પાકવીમાની ચૂકવણી મુદ્દે સાચુ કોણ બોલી રહ્યું છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ