બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અજબ ગજબ / શું છે 13 નંબરનું રહસ્ય ? નિષ્ણાતોએ સમજાવ્યું તેની પાછળનું વિજ્ઞાન અને અંધવિશ્વાસ
Last Updated: 07:31 PM, 14 November 2024
વિશ્વના અનેક દેશોમાં 13 નંબરનું રહસ્ય એક ચર્ચાનો વિષય રહ્યો છે. આ નંબર અંધશ્રદ્ધાનું પણ કારણ રહ્યું છે. ઘણા લોકો તેને અશુભ માને છે, જ્યારે કેટલાક લોકો આ નંબરને નસીબદાર માને છે. પશ્ચિમી દેશોમાં તેને અશુભ માનવામાં આવે છે કારણ કે તે બાર નંબરની વિરૂદ્ધમાં જોવામાં આવે છે, જેમ કે બાર રાશિ, બાર મહિના, બાર કલાક વગેરે.
ADVERTISEMENT
આ કારણે અનેક દેશોના લોકો 13 નંબરને અસંતુલન અને "અપૂર્ણતા"નું પ્રતીક માને છે. તો કેટલાક લોકો માને છે કે આ નંબરમાં વિશેષ ઊર્જા હોય છે. તો આને અંધશ્રદ્ધા ગણવી કે વિજ્ઞાન ? તેનું રહસ્ય આ બંને પાસાઓ સાથે સંકળાયેલું છે, જે માનવ ઇતિહાસ અને માનસિકતાના ઊંડા પ્રશ્નોને જન્મ આપે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, ઘણી ઇમારતોમાં જ્યાં 13મો માળ હોય છે ત્યાં લિફ્ટ સીધી 14મા માળે ઊભી રહે છે. આ સિવાય પશ્ચિમી દેશોમાં 13 તારીખને આવનાર શુક્રવારને વિશેષ રૂપે અશુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો તેમના કાર્યો અને વ્યવહારમાં બદલાવ અનુભવે છે, જેથી તેઓ કોઈપણ અણધારા બનાવથી બચી શકે.
જાપાનમાં '9' નંબરને અશુભ માનવામાં આવે છે, કારણ કે '9' નો ઉચ્ચાર જાપાનીઝમાં "kyuu" થાય છે, જે "પીડા" અથવા દર્દના ઉચ્ચારને મળે છે. આ માટે અહીંના લોકો તેને અશુભ માને છે.
ચીનમાં '4' નંબર ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સંખ્યા મૃત્યુ સાથે જોડાયેલી છે. કારણ કે,ચાઈનીઝ ભાષામાં '4'નો ઉચ્ચાર "સિ" તરીકે થાય છે, જે "મૃત્યુ"ના ઉચ્ચાર સમાન છે. આને કારણે, નંબર 4ને ઘણીવાર બ્લેક, દુઃખદ અને નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.