What is the reason for the increase in the price of vegetables? Big revelation in VTV's reality check
VTV રિયાલિટી ચેક /
શાકભાજીની જમીની હકીકતનો મોટો પર્દાફાશ, જુઓ ખેડૂતોને નજીવી કિંમત આપી કઈ રીતે ગ્રાહકને પણ વેતરી રહ્યા છે દલાલો
Team VTV01:28 PM, 28 Aug 21
| Updated: 01:35 PM, 28 Aug 21
ખેડૂતો નજીવી કિંમતે શાકભાજી વેચવા મજબૂર, વેપારી અને દલાલો શાકભાજી બજારમાં આસમાની કિમતે ગ્રાહકોને પધરાવી દઈ રૂપિયા રળી લે છે.
લીલા શાકભાજીના ભાવનો કાળોકારોબાર
VTVએ કર્યો પર્દાફાશ
શાકભાજીના ભાવને લઇ VTVનું રિયાલિટી ચેક
લીલા શાકભાજીના ભાવના કાળાકારોબારનો VTVએ પર્દાફાશ કર્યો છે. VTV દ્વારા શાકભાજીના ભાવ પર રિયાલિટી ચેક કરાયું છે. VTVએ રિયાલિટી ચેક કરી ખેડૂતો-ગ્રાહકોની પ્રતિક્રિયા જાણી. જેમાં સામે આવ્યું કે ખેડૂતો હોલસેલ માર્કેટમાં પાણીના ભાવે શાકભાજી વેચી રહ્યા છે. જ્યારે માર્કેટમાં આવ્યા બાદ શાકભાજીના ભાવમાં વધારો થઇ જાય છે. દલાલો શાકભાજીને ઉંચા ભાવે વેપારીઓને વેચે છે. ખેડૂતો સસ્તા ભાવમાં શાકભાજી વેચે છે અને માર્કેટમાં તે મોંઘા થઇ જાય છે.
વેપારીઓ બમણા ભાવ કરી તેણે બજારમાં આપે છે જે પણ ભાવ વધારો કરી ગ્રાહક સુધી પહોંચતા ભાવ આસમાને પહોંચી જાય છે જેંના કારણે ખેડૂતોએ સસ્તા ભાવે વેચેલા શાકભાજીના ભાવ લોકો સુધી પહોંચતા અનેક ગણો મનફાવે તેમ શાકભાજીના ભાવમાં ભાવવધારો ઝીંકી દેવામાં આવે છે. જેના પર લગામ લગાવી જરૂરી છે તો બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી પણ માંગ ઉઠી છે.
શાકભાજીના ભાવ પર VTVનું રિયાલિટી ચેક
હાલનો ભાવ
પહેલાનો ભાવ
ખેડૂતોને મળતો ભાવ
ચોળી
100 રૂ.
80 રૂ.
10 થી 20 રૂ.
લીલી ડુંગળી
60 રૂ.
30 રૂ
20 રૂ.
વટાણા
160 રૂ.
100 રૂ.
30 રૂ.
કોથમીર
90 રૂ.
50 રૂ.
70 રૂ.
ગવાર
60થી 90 રૂ.
60 રૂ.
7 થી 12 રૂ
ભીંડા
60 રૂ.
50 રૂ.
5 થી 10 રૂ.
ટામેટા
40થી 50 રૂ.
35 રૂ.
10 રૂ.
મેથી
80 રૂ.
70 રૂ.
5થી 10 રૂ.
મરચા
60 રૂ.
50 રૂ.
5 થી 8
આદુ
100 રૂ.
80 રૂ.
25 રૂ.
VTV દ્વારા શાકભાજીના ભાવ પર કરાયું રિયાલિટી ચેક કરવામાં આવાત ઉપરોક્ત માહિતી માંથી તમને ખબર પડશે કે 10 રૂપિયામાં ખેડૂતે વેચેલી ચોળી ગ્રાહકને 100 રૂપિયામાં મળે છે, જ્યારે 5 રૂપિયે કિલો વેચેલા મરચાં ગ્રાહકને 60 રૂપિયે મળે છે. VTVએ રિયાલિટી ચેક કરી ખેડૂતો-ગ્રાહકોની પ્રતિક્રિયા જાણતા ખબર પડી કે માર્કેટમાં આવ્યા બાદ શાકભાજીના ભાવમાં વધારો થઇ જાય છે, દલાલો શાકભાજીને ઉંચા ભાવે વેપારીઓને વેચે છે, વેપારીઓને દલાલોને બમણા ભાવ આપવા પડે છે, ત્યારે બાદ વેપારી પોતાનો નફો રળે છે જે ફેરિયાઓને માલ આપે છે જ્યાંથી ફેરિયાઓ પણ શાકભાજીમાં નજીવો નફો લે છે અને 10 રૂ. માં ખેડૂતે વેચેલું શાકભાજી બજારમાં આવતા આવાતા 10 ગણી કિમતે ગ્રાહકને મળે છે. સમગ્ર VTVએ કરેલા પર્દાફાશમાં શાકભાજીના દલાલોને ધરે બેઠા કઇ પણ કર્યા વગર વધુ નફો કરી ખેડૂત સાથે ગ્રાહકને પણ વેતરી રહ્યા છે.