બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 03:44 PM, 8 September 2020
ADVERTISEMENT
હવે ખાસ વાત એ છે કે રશિયાએ રસી નાગરિકોને રસીઓની પહેલી બેચ બહાર પાડી છે. વિશેષ વાત એ છે કે રશિયન રસી સ્પુતનિક વીનું ભારત આવવું સારી વાત છે કારણ કે રશિયાએ મોટાપાયે ઉત્પાદન માટે પસંદ કરેલા દેશોમાં ભારત એક છે.
સામાન્ય લોકો માટે રશિયન વેક્સિન તૈયાર
ADVERTISEMENT
રશિયાના આરોગ્ય મંત્રાલયનું નિવેદન ધ્યાને લેવા જેવું છે, રશિયન રસી સ્પુતનિક વીએ તમામ પ્રકારની ગુણવત્તા ચકાસણી પસાર કરી છે. તમામ પ્રકારની શંકાઓ દૂર થયા બાદ હવે સામાન્ય નાગરિકોને લગાવવા માટે મુકવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રસી સ્પુતનિક વી આ અઠવાડિયે ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે.આ પહેલા રવિવારે મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને કહ્યું હતું કે, મોસ્કોના મોટાભાગના લોકોને આવતા કેટલાક મહિનામાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે.
ભારતમાં થશે અંતિમ ફેઝનું ટ્રાયલ
આ સાથે જ સારા સમાચાર એવા આવ્યા છે કે, વેક્સિન સ્પુતનિક વીના અંતિમ ફેઝનું ક્લિનકલ ટ્રાયલ સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં ભારતમાં શરૂ થશે. રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટ ફંડના સીઇઓનું કહેવું છે કે, આ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ ભારત સહિત UAE, સાઉદી અરબ, ફિલીપાઇન્સ અને બ્રાઝીલમાં આ મહિનાથી શરૂ થઇ જશે. વેક્સિનના ત્રીજા ફેઝના ક્લિનિકલ ટ્રાયલના પ્રાથમિક પરિણામ ઓક્ટોબર-નવેમ્બરમાં જાહેર કરવામાં આવશે.
2020ના અંત સુધી 20 કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્ય
વેક્સિનને મોસ્કોના ગામલેયા સંશોધન કેન્દ્રએ રશિયાના સંરક્ષણ મંત્રાલયે સાથે મળીને એડેનોવાયરસનો બેઝ બનાવાની તૈયાર કર્યું છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ વેક્સિનનું ઉત્પાદન ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, સાઉદી અરબ, તુર્કી અને ક્યૂબામાં થશે. વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન સપ્ટેમ્બર 2020માં શરૂ થવાની આશા છે. 2020ના અંત સુધીમાં 20 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT