પિતૃપક્ષમાં આપણા પિતૃના શ્રાદ્ધવાળા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાનું ખૂબ મહત્વ હોય છે. શાસ્ત્રો અનુસાર, શ્રાદ્ધના દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે. તેથી દરેક શ્રાદ્ધ કર્તાને તેમના પિતૃના શ્રાદ્ધના દિવસે ઘરમાં બ્રાહ્મણ ભોજન જરૂર કરાવવું જોઈએ. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ ભોજન પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તોજ પિતૃઓના આશીર્વાદ મળી શકશે.
શ્રાધ્ધના દિવસે બ્રહ્મ ભોજનમાં આટલી બાબતોની કાળજી રાખજો
- શ્રાદ્ધના દિવસે લસણ, ડુંગળી વગરનું સાત્વિક ભોજન જ ઘરના રસોડામાં બનાવવું જોઈએ. તેમાં અડદની દાળના વડા, દૂધ ઘી થી બનેલા પકવાન, ચોખાની ખીર, વેલ પર થતા મોસમી શાક જેમકે દૂધી, તુરિયા, ભિંડા અને કાચા કેળાનું શાક બનાવી શકો તો ખુબ જ સારું રહેશે.
- મૃત પરિજનના શ્રાદ્ધમાં દૂધ, દહીં, ઘીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે દૂધ, દહીં, ઘી ગાયનું જ હોવું જોઇએ. એ પણ એવી ગાયનું જેને તાજેતરમાં વાછરડું જન્મયું ન હોય. વાછરડું ઓછામાં ઓછા 10 દિવસનું થઈ ગયું હોય તો હજુ પણ તેનું દુધ સ્વીકાર્ય છે.
- શાસ્ત્રોમાં ચાંદીને શ્રેષ્ઠ ધાતું ગણાઇ છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ચાંદીના વાસણમાં ભોજન કરાવવાથી ખૂબ પુણ્ય મળે છે. ચાંદી સૌથી પવિત્ર અને શુદ્ધ ધાતુ માન્યું છે. તેમાં ભોજન કરાવવાથી બધા દોષો અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયુ છે કે જો ચાંદીના વાસણમાં રાખી પિંડ કે પાણી પિતૃમાં અર્પણ કરાય તો એ સંતુષ્ટ થાય છે. ચાંદીની થાળી કે વાસણ ન હોય તો સામાન્ય કાગળની પ્લેટ કે વાડકામાં પણ ભોજન પિરસી શકાય છે.
- એવી માન્યતા છે કે ભોજનના સમયે બ્રાહ્મણોને બન્ને હાથથી પિરસવાથી પણ પિતૃ સંતુષ્ટ થાય છે. એક હાથથી ન પીરસવું જોઇએ. તેનાથી ખરાબ શક્તિઓનું સર્જન થાય છે અને એક હાથે પિરસાયેલું ભોજન પિતૃઓ ગ્રહણ કરતા નથી.
આર્થિક રીતે દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરી રહેલાં ગુજરાતનું મોટાભાગનું યુવાધન આગામી વર્ષોમાં પતન થઈ જાય તો નવાઈ ન અનુભવતાં. VTVGujarati.comની ટીમે કરેલાં 'ગુજરાત બચાવો' ઑપરેશનમાં એવી ચોંકાવનારી...