બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અભિનયથી બ્રેક લેનાર વિક્રાંત મેસીની નેટવર્થ કેટલી, પરિવારમાં કોણ કોણ?, સફળતાની સફર પ્રેરણાદાયી
Last Updated: 05:47 PM, 2 December 2024
'12મી ફેલ' અને 'ધ સાબરમતી રિપોર્ટ' જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનાર એક્ટર વિક્રાંત મેસીએ અચાનક એક્ટિંગમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને તેની નેટવર્થથી લઈને તેની આવનારી ફિલ્મો સુધી બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
લાઇફસ્ટાઇલ AISA અને Asianet અનુસાર, વિક્રાંત મેસી પાસે 20 થી 26 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. તેમની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે, રૂ. 1.16 કરોડની મર્સિડીઝ બેન્ઝ જીએલએસ, રૂ. 60 લાખની કિંમતની વોલ્વો એસ90 અને મારુતિ સ્વિફ્ટ ડિઝાયર છે. એટલું જ નહીં તેની પાસે 12 લાખ રૂપિયાની ડુકાટી મોન્સ્ટર મોટરસાઇકલ પણ છે.
વિક્રાંતના પરિવારમાં કોણ છે?
ADVERTISEMENT
વિક્રાંતે શુભંકર મિશ્રાએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેના પિતા ખ્રિસ્તી છે, તેની માતા શીખ છે અને તેનો ભાઈ મોઈન ઈસ્લામને અનુસરે છે. તેણે શીતલ સાથે લગ્ન કર્યા છે, જે હિન્દુ છે.
વિક્રાંતની પત્ની કેટલી ભણેલી છે?
વિક્રાંતની પત્નીનું નામ શીતલ ઠાકુર છે. બંનેએ વર્ષ 2022માં લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, શીતલે ચંદીગઢની સેન્ટ ઝેવિયર્સ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તેણે ત્યાંથી બી.ટેક કર્યું અને પછી હેવેલ્સમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી શીતલે નોકરી છોડી દીધી અને પછી અભિનયમાં નસીબ અજમાવ્યું. શીતલે 2016 થી 2021 સુધી 10 ફિલ્મો અને શ્રેણીઓમાં કામ કર્યું.
ટીવીથી બોલિવૂડ સુધીની સફર
વિક્રાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે 'ધરમ વીર', 'બાલિકા વધૂ', 'કુબૂલ હૈ' જેવા શોમાં કામ કર્યું અને વર્ષ 2014માં નાના પડદાને અલવિદા કહ્યું. વિક્રાંતે 2013માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ફિલ્મ 'લૂટેરા'માં નાનકડો રોલ કર્યો હતો. ત્યારબાદ તેણે 'દિલ ધડકને દો', 'છપાક' જેવી ફિલ્મોમાં કામ કર્યું. જોકે, 2023માં રિલીઝ થયેલી ફિલ્મ '12મી ફેલ'થી તેને સફળતા મળી હતી. આ તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. આ પછી, વિક્રાંતની 'ધ સાબરમતી રિપોર્ટ' મોટા પડદા પર રિલીઝ થઈ. આ ફિલ્મને હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી પ્રશંસા મળી હતી અને હવે વિક્રાંતે બ્રેક લેવાની જાહેરાત કરી છે.
વિક્રાંતની આ ફિલ્મો 2025માં રિલીઝ થશે
વિક્રાંતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં બે ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. એક છે 'યાર જિગરી' અને બીજી છે 'આંખો કી ગુસ્તાખિયાં'. આ સિવાય તેની પાસે 'હસીન દિલરૂબા'નો ત્રીજો ભાગ પણ છે.
આ પણ વાંચોઃ 48 કલાકમાં જ 'પુષ્પા 2'નું બમ્પર બુકિંગ, વેચાઇ ગઇ 7 લાખથી વધુ ટિકિટો, રચશે ઇતિહાસ!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.