Youtube એક એવું મંચ બની ગયું છે કે જ્યાં યુઝર્સ માત્ર વીડિયો જોવા માટે નહીં પરંતુ સંગીતનો આનંદ માણવા માટે ઉપયોગ કરે છે. અમે તમને જણાવીશું કે Youtube પર તમે વગર ઇન્ટરનેટ કેવી રીતે વીડિયો જોઈ શકો છો. આ ઉપરાંત અમે તમને વિડિઓમાંથી Mp3 રૂપાંતરિત કેવી રીતે થાય તે પણ જણાવીશું.
જો તમને યુટ્યુબ પર કોઈ વિડિઓ ગમે છે અને તમે ઇન્ટરનેટ વગર જોવા માંગો છો તો તમારે Youtube ના નવા ફિચરનો ઉપયોગ કરવો પડશે. તેની ઓફલાઇન સુવિધાની મદદથી તમે ગમે તે વિડિઓને ડાઉનલોડ કરી તેને ઓફલાઇન જોઈ શકો છો.
એકવાર તમે વિડિઓ ડાઉનલોડ કરી લો ત્યારબાદ તમે વિડિઓને ઘણી વખત જોશો કારણ કે તમે તમારો ડેટા ખર્ચશો નહીં. અગત્યનું છે કે આ પદ્ધતિ એજ વિડીયો પર કામ કરશે જેને નિર્માતા તરફથી ડાઉનલોડ કરવાની મંજૂરી આપવામાં આવી હશે.
Step-1
YouTube એપ્લિકેશન પર જાઓ અને તમારી પસંદગીના વિડિઓ પર ટેપ કરો. ત્યારબાદ વિડિયો નીચે તમે ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરો.