બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / સ્કૂલવર્ધીમાં ભાવ વધારાનો તર્ક શું? મધ્યમવર્ગના વાલીને આટલો ભાર ખિસ્સે આવશે, સલામતી પર શું?

મહામંથન / સ્કૂલવર્ધીમાં ભાવ વધારાનો તર્ક શું? મધ્યમવર્ગના વાલીને આટલો ભાર ખિસ્સે આવશે, સલામતી પર શું?

Last Updated: 11:05 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યમ વર્ગનાં વાલીનાં ખિસ્સે ભાર વધ્યો છે. ચારેબાજુ મોંઘવારી તેમાં વધુ એકનો ઉમેલો થતા મધ્યમ વર્ગનાં હાલ બેહાલ થયા છે. તોતિંગ સ્કૂલ ફી નો મુદ્દો છે ત્યાં ખિસ્સા ઉપર વધુ એક ભાર પડ્યો છે. સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન ચાલકોએ ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. કિલોમીટરનાં ઘેરાવા પ્રમાણે ભાડું વધશે.

સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષાનું ભાડું એક એવો મુદ્દો છે કે જે આજના સમયમાં ખાસ તો મધ્યમવર્ગના વાલીને સ્પર્શે છે. સ્કૂલવાન કે સ્કૂલ રિક્ષાવાળાઓ સાથે નાના-મોટા વિવાદના સમાચાર આવતા રહે છે પરંતુ એકંદરે સરેરાશ મધ્યમવર્ગીય વાલી પોતાની જરૂરિયાતના ભાર હેઠળ આવા મુદ્દે બહુ આક્રોશિત થતો નથી. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડાનો મુદ્દો ફરી ચર્ચામાં છે કારણ કે હવે શાળાઓ શરૂ થઈ રહી છે. અમદાવાદના સ્કૂલ વર્ધી એસોસિએશને હવે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં કિલોમીટર દીઠ ભાડું વધાર્યું છે. સ્કૂલ રિક્ષાનું કિલોમીટર દીઠ 100 રૂપિયા જ્યારે સ્કૂલ વાનનું ભાડું કિલોમીટર દીઠ 200 રૂપિયા વધારવામાં આવ્યું.

સ્કૂલવર્ધી એસોસિએશનનો મુખ્ય તર્ક માત્રને માત્ર RTOના નવા નિયમોને લીધે થતા ખર્ચને પહોંચી વળવાનો આપવામાં આવ્યો છે. જો કે એસોસિએશન પાસે એ સવાલનો જવાબ નથી કે કાયદાકીય પાલન માટે થતા ખર્ચની વસૂલાત વાલીઓ પાસેથી શા માટે કરવી. શાળાની ફી સરેરાશ 20 થી 25 હજાર ગણીએ તો સામે પક્ષે સ્કૂલ વાન કે રિક્ષાનું વાર્ષિક ભાડું પણ લગભગ એટલું જ થાય છે. અધૂરામા પુરુ એ વાત પણ કોઈનાથી છૂપી નથી કે શૈક્ષણિક સત્રના બંને વેકેશનમાં સ્કૂલવર્ધીવાળા વેકેશનનું ભાડું પણ એડવાન્સ જ વસૂલી લે છે.

તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી એક સ્કૂલ વાનની તસ્વીર વાયરલ થઈ હતી જેમાં બાળકો CNG કીટ ઉપર બેઠા હતા. કદાચ વધુ રિયાલીટી ચેક કરવામાં આવે તો આવી જીવલેણ બેદરકારી અન્ય જગ્યાએ પણ જોવા મળવાની જ છે. હવે પાયાનો પ્રશ્ન એટલો જ આવે છે કે મધ્યમવર્ગના વાલીના ખિસ્સે ભાર તો નક્કી જ છે પણ તેની સામે સ્કૂલવર્ધી એસોસિએશને જે જવાબદારી લેવાની થાય અથવા તો વાલી અને તેના બાળકને જે સુચારુ સુવિધા આપવાની થાય તે અપાશે ખરી?

02
  • અમે 3 વર્ષથી ભાડાવધારો કર્યો નથી
  • 3 વર્ષમાં CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે
  • RTO રજીસ્ટ્રેશન અને પાસિંગનો ખર્ચ વધ્યો છે
01

વધુ વાંચોઃ PM મોદીએ યોગ દિવસ પહેલા શેર કર્યા 16 યોગાસન, શીખીલો સ્વસ્થ રહેશો જીંદગીભર

સ્કૂલવર્ધી એસોસિએશનનો તર્ક શું?

અમે 3 વર્ષથી ભાડા વધારો કર્યો નથી. 3 વર્ષમાં સીએનજી, પેટ્રોલ, ડીઝલનાં ભાવ વધ્યા છે. આરટીઓ રજીસ્ટ્રેશન અને પાસિંગનો ખર્ચ વધ્યો છે. તેમજ આરટીઓની કાર્યવાહીનો ખર્ચ 50 હજાર જેટલો છે. અમે ખર્ચને પહોંચી શકીએ એટલે ભાવ વધાર્યો છે. આરટીઓ સબંધી કાર્યવાહી માટે અમને મુદ્દત આપવામાં આવે છે. આરટીઓની કાર્યવાહી સબંધે 3 થી 4 મહિનાની મુદ્તત આપવામાં આવે છે. ભાવ વધારામાં વાલીઓ અમને સહકાર આપે.

સંકળાયેલા મુદ્દાઓ

Schoolworthy Association School Van Drivers Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ