બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / VTV વિશેષ / તમારા કામનું / કલાપીના ગામમાં આવેલી આ વાવ ભૂતે બંધાવી છે! માત્ર એક જ રાતમાં બની છે સાત કોઠાની વાવ
Nidhi Panchal
Last Updated: 07:30 PM, 5 November 2024
અમે જો કે અંધશ્રદ્ધાને કોઈ પ્રોત્સાહન નથી આપતા, પરંતુ કેટલીકવાર આવી જગ્યાઓ સાથે ઈતિહાસ પણ સંકળાયેલો હોય છે, તો કેટલીક જગ્યાએ પૌરાણિક હોય છે. જેમ કે અમદાવાદનું સિગ્નેચર ફાર્મ કે પછી રાજસ્થાનનો ભાણગઢનો કિલ્લો. આપણા સૌરાષ્ટ્રમાં પણ આવી ઘણી જગ્યાઓ છે, જેમાંથી એક છે અમરેલીની વાવ. આ વાવ એટલા માટે યાદ આવી કે તેનું નામ જ લાલિયા ભૂતની વાવ છે. આમ તો આ વાવની અંદર વેરાઈ માતાજીનું મંદિર પણ છે, જેની બાધા આખડી પણ લોકો રાખે છે, પણ રાત્રે તો અહીં જતા ભલભલાની ફેં ફાટે છે.
ADVERTISEMENT
અમરેલીનું લાઠી ગામ આમ તો કવિ કલાપીજી માટે જાણીતું છે. પરંતુ આ ગામની એક વાવ પણ જાણીતી છે. કહેવાય છે કે આ વાવ લાલિયા નામના ભૂતે બનાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ આખીય વાવ લાલિયા નામના ભૂતે માત્ર એક જ રાતમાં ખોદી નાખી હતી. એટલે જ આ વાવ લાલિયા ભૂતની વાવ તરીકે ઓળખાય છે. 450 કરતા વધુ વર્ષ જૂની આ વાવ નજીક રાત્રે જતા આજે પણ લોકો ડરે છે. સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે એક માન્યતા એવી છે કે રાત્રિના સમયે જો આ વાવમાં કોઈ સ્ત્રી આવે, તો તે ગાયબ થઈ જતા હોય છે.
ADVERTISEMENT
એટલે જ આ વાવ સાંજે 5 વાગે બંધ કરી દેવામાં આવે છે. જો કે, આજ સુધી કોઈ સ્ત્રીને ગાયબ થઈ હોવાનું કોઈએ જોયું નથી. આ વાવની અંદર આજ સુધી કોઈના ડૂબવાની પણ ઘટના નથી બની. દિવસના સમયે તો હજારો લોકો આ વાવની મુલાકાત લેતા હોય છે.
લાઠીના સ્થાનિકોમાં ચાલતી લોકવાયકા પ્રમાણે લાલિયા નામના ભૂતે 125 ભૂત સાથે રહીને આ આખી વાવ ગાળી હતી. વાવની અંદર લાલિયા ભૂતની મૂર્તિ પણ મોજૂદ છે. આ વાવની મુખ્ય વિશેષતા એ છે કે આ વાવમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરોમાં ક્યાંય પણ સિમેન્ટ, ચૂનો કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ડાયરેક્ટ પથ્થરની ગોઠવણી કરવામાં આવી છે.
એક લોકવાયકા પ્રમાણે આશરે 450 વર્ષ પહેલાં પીર સાગરશા દ્વારા આ ભૂતને વશમાં કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે લાલિયા ભૂતનો ત્રાસ ખૂબ હતો એટલે પીરે આ ભૂતને વશમાં કર્યું હતું. વશમાં કર્યા બાદ પીરે આદેશ કરતાં એક જ રાતમાં આ વાવને લાલીયા ભૂત દ્વારા બાંધવામાં આવી હતી. જો કે લાલીયા ભૂતને સાગરશા પીરે વશમાં કર્યા બાદ તે લોકોને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું.
આ વાવમાં આજ દિવસ સુધી ક્યારેય અપમૃત્યુ થયેલ નથી. પહેલાના સમયમાં આ વાવનું પાણી લોકો પીવાના ઉપયોગમાં લેતાં હતાં. જો કે વાવની અંદર વેરાઈ માતાના ગોખલા આવેલા છે જ્યાં લોકો માનતા માને છે. જેમાં જે લોકોને કાનમાં રસી આવતી હોય તેઓ માનતા કરે તો તેમના કાનમાંથી રસી બંધ થઈ જતી હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. માનતા માન્યા બાદ જો કામ થઈ જાય તો ત્યાં વેરાઈ માતાના ગોખલામા વાટ ચડાવાની હોય છે. આમ આજે પણ આ વાવની માનતા ઘણા લોકો રાખે છે.
આ વાવ ભલે ભૂતિયા વાવ તરીકે ઓળખાય, પંરતુ તેની આજુબાજુ ઐતિહાસિક સ્થળ આવેલા છે, તો સાથે જ વાવની બાજુમાં એક પીરની દરગાહ અને રામજી મંદિર તેમજ અન્ય મંદિરો પણ છે. તો લાલિયા ભૂતની વાવ સાત કોઠામાં વહેંચાયેલી છે. કહેવાય છે કે સાતમા કોઠામાં લાલિયા ભૂતની ખાંભી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ પ્રવાસન દિવસ / ગુજરાતના આ પાંચ બીચ જોઈને ભૂલી જશો ગોવાના બીચ, છેલ્લો તો છે અત્યંત સુંદર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT