બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:40 PM, 24 July 2024
સુરક્ષિત રોકાણ માટે પોસ્ટ ઓફિસને સારો વિકલ્પ માનવામાં આવે છે. જો તમે લાંબા સમય માટે પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની વિવિધ યોજનામાં રોકાણ કરી શકાય છે. તેમાં પૈસા સેફ પણ રહે છે અને રિટર્ન પણ સારું મળે છે.
ADVERTISEMENT
અનેક લોકો પોતાની જરૂરિયાત અને સમજ આધારે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. જેમાં શેર માર્કેટ અને મ્યૂચૂઅલ ફંડ જેવા ઓપ્શન સામેલ છે. પરંતુ તેમાં જોખમ હોય છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે જણાવીશું જેમાં પૈસા પણ સેફ રહે છે અને ડબલ પણ થઈ જાય છે.
વધુ વાંચો : તમે કઈ ટૂથપેસ્ટ વાપરો છો, વેજ કે નોનવેજ ? આ રીતે કરો ઓળખ
ADVERTISEMENT
જો તમારે તમારા પૈસા ડબલ કરાવવા હોય તો તમે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજના સરકાર તરફથી ચલાવવામાં આવે છે. આ યોજના પહેલાં ખેડુતો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દરેક ભારતીય તેમાં રોકાણ કરી શકે છે.
કિસાન વિકાસ પત્રમાં તમે રોકેલા પૈસા 115 મહિનામાં એટલે કે 9.7 વર્ષમાં ડબલ થઇ જાય છે. આ યોજનાનું ખાતું તમે તમારા નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો. અહીંયા તમારે મિનીમમ એક હજાર રૂપિયા જમા કરાવવા પડે છે. તો મિક્સિમમ લિમિટ નથી રાખવામાં આવી. મતલબ કે તમે ગમે તેટલા રૂપિયા અહીંયા રોકી શકો છો. પરંતુ વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ જ કરી શકાય છે. જ્યાં તમારા પૈસા ગેરંટી સાથે ડબલ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / RBIએ ડિપોઝિટ અને એકાઉન્ટ અંગે જાહેર કર્યા નિર્દેશો, જાણો શું છે સમગ્ર મામલો
Priykant Shrimali
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.