બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / જવાહર ચાવડાના જવાબનો સીધો અર્થ શું સમજવાનો? નેતાનો આત્મા ઘવાય, જનતાના આત્માનું શું?

મહામંથન / જવાહર ચાવડાના જવાબનો સીધો અર્થ શું સમજવાનો? નેતાનો આત્મા ઘવાય, જનતાના આત્માનું શું?

Last Updated: 08:41 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપનાં નેતા જવાહર ચાવડાએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોતે કરેલા કામોનો હિસાબ આપ્યો છે. અગાઉ પોરબંદરનાં સાંસદ મનસુખ માંડવિયાએ મનસુખ માંડવિયાનું નામ લીધા વગર કામ કરવાની સલાહ આપી હતી મનસુખ માંડવિયાએ વીડિયો સામે નારાજગી વ્યક્ત કરી હતી. વીડિયોમાં ભાજપનો સિમ્બોલ દૂર કરી પોતાનાં પ્રતિકાત્મ ચિત્રને રજૂ કર્યું છે. આ વીડિયો પછી જવાહર ચાવડા ઘરવાપસી કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ભારતીય જનતા પક્ષે પોતાનું રાજકીય કદ વધારવા માટે કોંગ્રેસ કે અન્ય પક્ષના સ્થાનિક પ્રભાવી નેતાઓને પક્ષમાં સામેલ કરવા શરૂ કર્યા, ગણિત સીધું સાદું હતું કે તેનાથી કોંગ્રેસ કે અન્ય પક્ષ ની તાકાત ઘટશે, સ્થાનિક કક્ષાએ ભાજપ વધુ મજબૂત થશે. ભાજપનો સૂર્ય મધ્યાને તપી રહ્યો છે, સત્તા છે તો વહેતી ગંગામાં હાથ કેમ ધોઈ ન લેવા, તેવા રાજકીય ગણિત સાથે કોંગ્રેસના નાના મોટા રાજકીય નેતાઓએ ભાજપમાં જોડાવવા લાઈન લગાવી, અને ભાજપમાં ભરતી મેળાઓ યોજાવા માંડ્યા. લીલાતોરણે તેમનું ભાજપમાં સ્વાગત પણ થયું, જે તે રાજકીય નેતાના કદ, જ્ઞાતિ સમીકરણો અને તેમનું વર્ચસ્વ જોઈ, ભાજપે શરૂઆતમાં લાભ પણ આપ્યાં, કોઇને મંત્રી બનાવ્યા, કોઈ ને ધારાસભ્ય કે કોઈને સંસદમાં મોકલ્યાં. તો ક્યાંક એવી પણ ચર્ચા થાય છે કે જે પક્ષપલ્ટુઓને આ ફાયદા ન આપી શક્યા તો તેમનું વ્યવસાયિક રીતે ભાજપે પૂરેપૂરું ધ્યાન રાખ્યું. જે જોડાયા એ બધા નેતાઓ કમળની વિકાસ યાત્રામાં જોડાતા ગયાં.

  • ભાજપના નેતા જવાહર ચાવડાએ એક વીડિયો જાહેર કર્યો
  • આ વીડિયોમાં તેમણે પોતે કરેલા કામોનો હિસાબ આપ્યો
  • અગાઉ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ આપી હતી સલાહ

બસ સમસ્યા અહીંથી શરૂ થઈ. જે જોડાયા એમને ખબર નોતી કે તેમની રાજકીય નિવૃત્તિની વય ભાજપના નેતાઓ નક્કી કરવાના છે. ભાજપે દરેક આયાતી નેતાની શક્તિને માપી લીધી, જેમ જેમ ભાજપને એ બોધ થતો ગયો કે હવે આ હીરો ચલણમાંથી આઉટ થઈ રહ્યો છે, તો એ નેતાનો વિકલ્પ શોધવાનું ચાલુ કર્યું. પરિણામે એક જ વિધાનસભા કે લોકસભા બેઠક પર એક પછી એક નવા નેતાઓ જોડાતા ગયા. પોતે પક્ષ માટે જૂના થઈ ગ્યા છે, અને કામના નથી એવો અહેસાસ અત્યારે માત્ર જવાહર ચાવડાને થયો હોય એવું નથી, વિસાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષ રીબડીયાને પણ થયો છે, પરંતુ હર્ષદ રિબડિયા વીસાવદરથી હારી ગયા છે એટલે બોલવાની સ્થિતિમાં નથી, અને ચૂપ બેઠા છે.

  • મનસુખ માંડવિયાના વીડિયો સામે વ્યક્ત કરી નારાજગી
  • વીડિયોમાં ભાજપનો સિમ્બોલ દૂર કરી પોતાના પ્રતિકાત્મક ચિત્રને રજૂ કર્યુ
  • આ વીડિયો પછી જવાહર ચાવડા ઘરવાપસી કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું

તો જેતપુરથી જયેશ રાદડિયાએ છેલ્લા પાંચ વર્ષમાં અનેક મુશ્કેલીઓ અને આવા પડકારોનો સામનો કર્યો છે પરંતુ, તેમના માટે સુખદ વાત એ છે તેમના પિતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇએ ખૂબ ઊંડા રાજકીય મૂળ સ્થાપ્યા છે, અને જયેશભાઇ સારી રીતે એ મૂળને વળગી રહ્યાં છે. અને એટલે કદાચ આ પડકારોની વચ્ચે ટકી પણ ગયા છે. ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાને નામ સાથે જે સંદેશો આપ્યો, તે ભાજપના જ કેટલાક નેતાઓને પણ ગમી રહ્યો છે. મૂળ ભાજપના નેતાઓ ખુશ થતા હશે, પણ આજે જવાહરભાઇ જે બોલી રહ્યાં છે, તે રસ્તે બીજા નેતાઓ પણ બોલી શકે છે. મહામંથનમાં ચર્ચીશું કે શું જવાહર ચાવડા ભાજપને ટ્રેલર બતાવી રહ્યાં છે?

  • મનસુખ માંડવિયાને નમસ્કાર કહીને સીધી વાત કરી
  • ભાજપનો સિમ્બોલ હટાવીને પોતાનું પ્રતિકાત્મક ચિત્ર રજૂ કર્યુ
  • "10 વર્ષ દરમિયાન માણાવદર,વંથલીના ખેડૂતોના પ્રશ્નો દૂર કર્યા"
  • "ખાતર,બિયારણ કે ધોવાણના હોય પાકવીમાના હોય"

જવાહર ચાવડાએ શું કહ્યું

મનસુખ માંડવિયાને નમસ્કાર કહીને સીધી વાત કરી છે. ભાજપનો સિમ્બોલ હટાવીને પોતાનું પ્રતિકાત્મક ચિત્ર રજૂ કર્યું છે. 10 વર્ષ દરમ્યાન માણાવદર, વંથલીનાં ખેડૂતોનાં પ્રશ્નો દૂર કર્યા હતા. ખાતર, બિયારણ કે ધોવાણનાં હોય પાક વીમાનાં હોય. ડાર્ક ઝોનનું અભિયાન 3 વર્ષ ચલાવ્યું છે. જૂનાગઢ જીલ્લા માટે સરકાર પાસેથી 600 કરોડ પાછા લેવાનાં હતા. જૂનાગઢનાં ગરીબો, વંચિતો માટે અભિયાન કર્યુ. 5 થી 6 જીલ્લાનાં 21 તાલુકામાં અભિયાન ચલાવ્યું છે. 75 હજારથી વધુને બીપીએલ લાભો આપ્યા. આ મારૂ કામ અને મારી ઓળખ હતી. મારી ઓળખ હતી જેનાં પર ભાજપે પોતાની ઓળખ લગાવી. આ હિંમત અને ત્રેવડ હોત ચૂંટણી પહેલા કે દરમ્યાન કહ્યું હોત.

  • 75 હજારથી વધુને BPLના લાભો આપ્યા"
  • "આ મારૂ કામ અને મારી ઓળખ હતી"
  • "મારી ઓળખ હતી જેના પર ભાજપે પોતાની ઓળખ લગાવી"
  • "આ હિંમત અને ત્રેવડ હોત ચૂંટણી પહેલા કે દરમિયાન કહ્યું હોત"

મનસુખ માંડવિયાએ શું કહ્યું હતું?

મનસુખ માંડવિયાએ કહ્યું કે પોતાનાં નામ પાછળ ભાજપ લગાડતા હોય. સિમ્બોલ લગાડતા હોય તેને કામ કરવું જોઈએ. તમે તમારૂ કામ કર્યું, અમને જનપ્રતિનિધિ બનાવી દીધા. હવે અમારી જવાબદારી શરૂ થાય છે. આપણી વચ્ચે સંકલન અને સાતત્ય રહે તે આવશ્યક છે. ભાજપનાં કાર્યકર્તા તરફથી મને સંતોષ છે. ચૂંટણી વખતે ચૂંટણીની પરિભાષા બદલવાનું મે કહ્યું હતું. મને એક પણ કાર્યકર્તાએ સુવિધાને લઈ ફોન નથી કર્યો. ભાજપનો કાર્યકર્તા કમિટેટ હોય છે તે હું જાણું છું. જનસંપર્ક તરીકે આપણો સંપર્ક બનેલો રહે છે. અરવિંદ ધારાસભ્ય છે અરવિંદભાઈ માટે સાંસદ મનસુખભાઈ છે. કાર્યકર્તા તરીકે આપણા જન પ્રતિનિધિ પ્રત્યે નબળો શબ્દ ન નીકળવો જોઈએ. હીરો મારો જગ-મગ થાય તેવું 5 વર્ષ કહેવાનું છે. બધાની અપેક્ષા પૂર્ણ થાય તે જરૂરી નથી. અંગત રીતે પ્રવાસ હોય, મળવાનું થાય ત્યારે કહેજો. નાનો મોટો વાંધો પડે તો જનતાનાં ગીત આપણે ગાવા માંડીએ. આવું ક્યાંયથી ન થાય તે આપણે જોવાનું છે.

  • પોતાના નામ પાછળ ભાજપ લગાડતા હોય"
  • "સિમ્બોલ લગાડતા હોય તેને કામ કરવું જોઇએ
  • "તમે તમારૂ કામ કર્યુ,અમને જનપ્રતિનિધિ બનાવી દીધા"
  • "હવે અમારી જવાબદારી શરૂ થાય છે"

કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ હોદ્દા વગરના નેતા

જયેશ રાદડિયા

હર્ષદ રિબડિયા

જવાહર ચાવડા

ઉદેસિંહ બારિયા

નિમાબેન આચાર્ય

મોહનસિંહ રાઠવા

તેજશ્રીબેન પટેલ

મંગળ ગાવિત

અક્ષય પટેલ

જે.વી.કાકડીયા

પ્રવિણ મારૂ

જીતુ ચૌધરી

બ્રિજેશ મેરજા

સાગર રાયકા

હીરા પટેલ (લુણાવાડા)

જયરાજસિંહ પરમાર

શ્વેતા બ્રહ્મભટ્ટ

અમિત ચૌધરી

ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા

પરસોત્તમ સાબરિયા

વલ્લભ ધારવિયા

પ્રહલાદ પટેલ (વિજાપુર)

અશ્વિન કોટવાલ

  • બધાની અપેક્ષા પૂર્ણ થાય તે જરૂરી નથી"
  • "અંગત રીતે પ્રવાસ હોય,મળવાનું થાય ત્યારે કહેજો"
  • "નાનો મોટો વાંધો પડે તો જનતાના ગીત આપણે ગાવા મંડીએ"
  • "આવું ક્યાંયથી ન થાય તે આપણે જોવાનું છે"

કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ હોદ્દા મેળવનાર નેતા

કુંવરજી બાવળિયા

રાઘવજી પટેલ

ભગવાન બારડ

નરહરિ અમીન

દેવુસિંહ ચૌહાણ

સી.કે.​​રાઉલજી

રામસિંહ પરમાર

કનુ પટેલ

બળવંતસિંહ રાજપૂત

હાર્દિક પટેલ

અર્જુન મોઢવાડિયા

સી.જે.ચાવડા

ચિરાગ પટેલ

અલ્પેશ ઠાકોર

ધવલસિંહ ઝાલા

પ્રદ્યુમનસિંહ જાડેજા

સંકળાયેલા મુદ્દાઓ

Jawahar Chavda BJP Gujarat Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ